Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 670
________________ ૫૪૨ (શ્રી પાર્શ્વનાથોપસર્ગ - હારિણી ભગવતી પદ્માવતીનું જાગૃત સ્થાન હતું. (મારી આરાધના-યાત્રાની વચમાં જ જણાવી દઉં કે આજ સ્થળે મારા પૂજય ગુરુદેવે સુરિમંત્રની બે પીઠિકાઓની આરાધના કરી હતી; અને બીજી પીઠિકાની આરાધનાના પહેલા જ દિવસે દિવ્ય અનુભૂતિ થઈ હતી.) રેડહીલ્સમાં ઘણાં ભાવિકો પંડિતવર્ય કુંવરજીભાઈ પાસે પ્રતિ રવિવારે કે અવાર નવાર પદ્માવતીજીના પૂજનો કરાવતા હતા. હું તેમાં હાજર પણ રહેતો હતો. કંઈક દિવ્ય વાતાવરણ ત્યાં હંમેશાં લાગતું હતું. પંડિત કુંવરજીભાઈનું કહેવું હતું કે અહીં પૂ. આચાર્યદેવ પૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજે પણ ઘણી સાધના કરી છે. એમની સાધનાની ફળશ્રુતિઓ મેં વિશ્વસ્ત સાંભળી છે. એક વાત જરૂર સમજાય ગઈ કે કોઇક અસાધારણ સાધનાબળ જૈન સાધુ ભગવંતોમાં અને આચાર્ય ભગવંતોમાં હોવું જરૂરી છે. મદ્રાસના ચાતુર્માસ બાદ બેંગ્લોર ચાતુર્માસ થયું. એક દૈવી બાળકી પર ગાંધીનગર મંદિરના પાર્શ્વયક્ષની કૃપાની વાતો મળી. આજે પણ આ બાળા દિવ્ય અનુભવો કરતી રહી છે. આ બધી વાતોથી સમજાતું ગયું કે મંત્ર - યંત્ર અને તંત્રના અધિષ્ઠાયકો કે દેવો આ કાળમાં યથાશય પરોક્ષ પણ પ્રતીતિકારક સાંનિધ્યનો લાભ આપે છે. આમેય અમારા સમુદાયમાં દેવોના સાક્ષાત્કારની વાત નવી ન હતી. અમારા પૂ. પંન્યાસ મહિમાવિજય મ.ની સેવામાં વૈમાનિક દેવ હાજર હતા, એ તો પ્રસિદ્ધ થઈ ચૂકેલી વાત છે. અનેક આત્માઓને આ દિવ્ય સાંનિધ્યનો લાભ મળ્યો છે અને અનેકને પોતાની શ્રદ્ધામાં મજબૂત બનાવ્યા છે. (આ મહાપુરુષ માટે છેલ્લા ૨૫ વર્ષથી એક સુંદર જીવનચરિત્ર લખવા ઝંખી રહ્યો છું પણ લખી નથી શકતો.પણ તેમની પુણ્યતિથિ અષાઢ સુદ-૬ના લગભગ તેમના ગુણાનુવાદ કરું છું.) દેવલોક અને દિવ્ય દુનિયાની ઘણી વાતોની મને જ અમારા સમુદાયને એમના દ્વારા જ જાણ થયેલી છે. આ તરફ બેંગ્લોરનું ચાતુર્માસ કરી સિકન્દ્રાબાદ કુંથુનાથ ભગવાનના મંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે વિહાર થયો જે પૂ. ગુરુદેવના હસ્તે પહેલી જ અંજનશલાકા હતી. પૂ. ગુરુદેવ પ્રભાવિક હતા જ, પણ બાહ્ય વિશ્વમાં ત્યારથી પૂજય ગુરુદેવનો ઘંટનાદ સતત વાગતો જ રહ્યો. સિકન્દ્રાબાદમાં બે ચાતુમાર્સ કરીને શિખરજીના છ'રીપાલિત સંઘની વાત આવી. ખૂબ જ આત્મમંથન થયું. પૂ. ગુરુદેવની કૃપા અને વિશ્વાસ મારા પર હતા. મને પણ પૂજય ગુરુદેવની | અનન્ય જવાબદારીનો સંપૂર્ણ ખ્યાલ હતો. આ વખતે સંઘની તૈયારી સફળ કરવા એક પદ્માવતીજીનું અનુષ્ઠાન થયું; પણ મારું ધ્યાન એ તરફ કેન્દ્રિત ન થયું. ભકતામરના ભવ્ય નાદ સાથે “નમો જિણાણે જિઅભયાણ' ના નાદે અને છેવટે શિખરજી પહોંચતા ભોમિયાજી મહારાજના જયનાદ સાથે સંઘ સફળ રીતે પહોંચી ગયો. વચમાં સંઘ જયારે ભાંડુકજી પહોંચવાનો હતો ત્યારે બંગ્લાદેશનું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. જો યુદ્ધ બંધ ન થાય તો સંધ ભાંડુકજીમાં વિસર્જિત થાય એવું વાતાવરણ હતું. પૂજય ગુરુદેવે ભાંડુકા પહોંચતા પહેલાં એક સ્તવન બનાવ્યું. દ્ધયના દર્દથી સાચી પ્રાર્થના કરી. “કેસરીયા પાર્થ જપું છું. જાપ...” અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે પદ્માવતી ધરણેન્દ્ર... સેવા કરે બની નિસ્ટેન્દ્ર ..” ““સખ્ખત શિખરની યાત્રા... કરવી છે દોને હવે સાથ .” અને ચાંદા શહેરમાં જ આ ભક્તિમય સ્વતનની રચના પૂરી થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688