Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 662
________________ ૫૩૪] [શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી (૮) સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે; મૂળ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિર્ગસ્થ રે.... શરણ ચોથું ઘરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે; જે સુખ હેતુ જિનવર કહ્યો, પાપજળ તરવા નાવ રે... ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે; (૮) ચતુદશરણ-ગમન, દુષ્કતગહ અને સુકૃત-અનુમોદના. સાધનાનો રાજપથ. ઉપશમ અમૃતનાં પાન અને સાધુજનોના ગુણગાન વડે જેના હૈયે મધુર ઝંકાર ઊપડ્યો છે તે સાધનામાર્ગ ભણી ઢળે છે. શરણ સ્વીકાર આદિની ત્રિપુટી દ્વારા મોક્ષ મળે છે. જનમજનમથી વિષયો ને કષાયો ને કર્મોના બંધનમાં ફસાયેલો આતમ મુક્તિપંથે પ્રયાણ કરવા હવે પાંખો વીંઝે છે. પવિત્ર પંચસૂત્રક ગ્રન્થ કહે છે તેમ, આ ત્રિપુટી દ્વારા સંસારનાશનો ક્રમ આ પ્રમાણે છે : ત્રિપુટીની સાધના તથા ભવ્યત્વનો પરિપાક, પાપકર્મનો નાશ, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ, સંસારનાશ. “અમૃતવેલ' સજ્ઝાયમાં ચતુ શરણ-ગમન આદિ દરેક દ્વારા પ્રાપ્ત થતા અલગ અલગ ગુણની ચર્ચા છે. ચતુ શરણ સ્વીકાર દ્વારા શુભભાવપ્રાપ્તિ. દુષ્કૃતગર્તા દ્વારા સંવરની વૃદ્ધિ. સુકૃત અનુમોદના દ્વારા કર્મક્ષય. શરણ-સ્વીકારની સાથે પરમાત્માના અનુગ્રહ ક્ષેત્રમાં અને ધર્મ મહાસત્તાના પ્રભાવક્ષેત્રમાં આવેલ સાધકના હૈયામાં શુભ ભાવોનો પ્રવાહ ઊછળવા માંડે છે. પાપોની નિંદા દ્વારા કર્મોને આવવાનાં તારો બંધ થાય છે. સુકૃત-અનુમોદના દ્વારા જૂનાં કર્મો નિર્જરી જાય છે. કેવી સુંદર આ ત્રિપુટી ! મોહથી લુષિત ચિત્તને નિર્મોહ બનાવવા માટેનો આ કેવો સરસ સાધનાક્રમ! અદ્ભુત છે શરણસ્વીકાર. અહમનું વિગલન સાધકને શરણાગતિને પંથે લઈ જાય છે. “શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે...' જગતના સ્વામી અને જગતના મિત્ર અરિહંત પરમાત્માનું શરણ સાધક સ્વીકારે છે. સાધકના મનની આંખો સમક્ષ સમવસરણ ખડું થઈ જાય છે. સમવસરણમાં પરમાત્મા સિંહાસન પર બેઠા છે ત્મા સિંહાસન પર બેઠા છે. દેશનાની રમ્ય ઝડી વરસી રહી છે. વચ્ચે વચ્ચે પુછાતા પ્રશ્નોનો પણ મધુરતાથી પરમાત્મા ઉત્તર આપી રહ્યા છે. સમેતશિખરની યાત્રાએ જઈ રહેલા એક મુમુક્ષુને મેં કહેલું: ઋજુવાલિકા નદીના કાંઠે કલાકબે કલાક જો ધ્યાનમાં સરી શકાય તો અઢી હજાર વરસોનો સમય કંઈ મોટો નથી. કૈવલ્યપ્રાપ્તિ પછી દેવાધિદેવ મહાવીર પ્રભુના પ્રથમ સમવસરણની ધ્યાન દ્વારા મળેલ એ ઝલક ખરેખર અભુત હોય. બીજું શરણ સિદ્ધ પરમાત્માનું. જેમણે તમામ કર્મોનો ક્ષય કર્યો અને શિવનગરીનું રાજ હાથવગું કર્યું. એક સિદ્ધ પરમાત્મા સિદ્ધિમાં ગયેલા ત્યારે આપણે અનાદિ નિગોદમાંથી નીકળી બહાર આવેલા. આપણી વિકાસયાત્રા જેમની સિદ્ધિ દ્વારા શરૂ થઈ તે પરમાત્માનાં ચરણોમાં અનંતશઃ વંદના. ત્રીજું શરણ સાધુમહારાજનું. ભાવ નિર્ચન્થનું મુક્તિમાર્ગની આરાધના કરતા, મહાવ્રતોના ઘારક, ઉત્તર ગુણો (ચરણ સિત્તરિ કરણ સિત્તરિ આદિ)ના પાલક મુનિરાજનાં ચરણોમાં વંદના. ૧, શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે.... ૨. દુરિત સવિ આપણા નિદિયે, જિમ હોય સંવર વૃદ્ધિ રે.... ૩. સુકૃત અનુમોદના કીજિયે, જિમ હોય કર્મ વિસરાલ રે.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688