Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 660
________________ ૫૩૨ ] [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ફેરવે છે. આત્મદર્શનની મધુરી વાતો આ બે દુહાઓમાં છે. ૨થી ૨૮મી કડીમાં ફરી સાધનામાર્ગના માર્મિક પક્ષનું ઉદ્ધાટન થયું છે. હિતશિક્ષા સાથે ૨૯મી કડીએ કૃતિ પૂરી થાય છે. સાધનામાર્ગનું વર્ણન બે વાર થયું છે : ૪થી શરૂ કરીને ૨૩મા દુહા સુધી; ૨થી ૨૮મા દુહા સુધી. પહેલી વખતે ચતુદશરણ ગમન આદિ ત્રણ તત્ત્વોની વાત છે, બીજી વખતે સ્વાધ્યાય, નિર્મોહતા આદિ આઠ પગલાં બતાવાયાં છે. ચાલો, કડીઓને ગાતાં ગાતાં આ ફોલ્ટેડ નકશાને અનુસરીએ : પહેલી કડી : ચેતન ! જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહસંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજગુણ આપ રે. (૧) મઝાનું નિમંત્રણ છે આત્મગુણના અનુભવનનું : “પાળીએ સહજગુણ આપ રે.” કેવો અનેરો આનંદ આવે, જ્ઞાન કે અસંગતતા જેવા ગુણોના અનુભાવનનો ! અનુભાવન. ડુબી જવાનું. Feel કરવાનું. પછી સ્વાધ્યાયમાં વંચાતા મહર્ષિઓનાં વચનો-પ્રવચનો કે સંગોષ્ઠિઓમાં ટાંકવા માટેનાં જ નહિ, અંદર દુનિયામાં પ્રવેશ કરાવનારાં બની રહેશે. આનંદની છાકમછોળ ઊડી રહેશે ! ચાલો. આમંત્રણ તો મઝાનું છે. પણ એ સમારોહમાં પ્રવેશવા માટેનું આમંત્રણપત્ર ક્યાં ? ચિત્તધૈર્યની કેડીએ ચલાય તો જ પેલા સમારોહમાં ઉપસ્થિત રહી શકાય. એ કેડી તરફ જ આનંદલોકનું દ્વાર ખુલ્લું હોય છે. “ચિત્ત ડમડોલતું વાળીએ.” ચિત્તનું ડામાડોળપણું જાય અને તે સ્થિર બને તો આત્મગુણોનું અનુભાવન થઈ શકે. આત્મગુણો અને આપણી વચ્ચે જે પડદો છે તેને ચીરી નાખવાનો છે. સંત કબીર માર્મિક રીતે કહે છે : “ઘૂંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે...' ચિત્તની ડામાડોળ અવસ્થા જ પડદો છે. તો, ચિત્તની બહિર્મુખી સફરને અન્તર્મુખી બનાવી શકાય, તો જ જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. તમે પૂછશો : પણ આખરે ચિત્ત બહાર જ કાં દોડ્યા કરે? ચિત્તની આ દોડનું કારણ છે પદાર્થો અને વ્યક્તિઓ પરનો મોહ. મનગમતા પદાર્થોને જોતાં જ ચિત્તનું ત્યાં અનુસંધાન થાય છે. એ પદાર્થો પર પોતાનું સ્વામિત્વ સ્થાપવા માટેના પ્રયાસોની ૯ શરૂ થાય છે. એક એક પદાર્થને જુએ અને ચાહે યા ધિક્કારે એવું આ ચિત્ત. એને સ્થિર બનાવવા અમોહ લાવવો પડે. તમે વસ્તુને માત્ર જુઓ જ. નિર્ભેળ દર્શન કરો, આકર્ષણ નહિ. વાત તો ઠીક છે; પણ જન્મોથી ઘર કરી બેઠેલા મોહના ચોરને કઈ લાકડીએ હાંકી કાઢવો? “ચેતન! જ્ઞાન અજવાળીએ.” જ્ઞાનનો ઉજાસ અંદર જતાં જ મોહ ભાગશે. પ્રકાશમાં રહેવાનું ચોરને પાલવે નહિ. જ્ઞાન અમોહ ચિત્તધૈર્ય આત્મગુણોનું અનુભાવન. કેટલો મઝાનો ક્રમ ! શાસ્ત્રીય વચનોના અનુપ્રેક્ષણાત્મક જ્ઞાનથી મોહ હટે. મોહ ઓછો થતાં ચિત્તનું ડામાડોળપણુંઐસ્થર્ય દૂર થાય ને ત્યારે જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. અનુપ્રેક્ષાથી પ્રારંભાઈ અનુભૂતિમાં વિરમતી આ યાત્રા કેવી તો સુખદ છે ! બીજી અને ત્રીજી કડી: મધુમય ઝંકાર ઉપશમ અમૃતરસ પીજીયે, કીજીયે સાધુ ગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીયે, દીજીયે સજ્જનને માન રે... (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688