Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 646
________________ ૫૧૮] [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અધિષ્ઠાત્રી દેવી છે. વિશ્વતત્ત્વને સત્યસ્વરૂપે સમજવું જેટલું આવશ્યક છે તેટલું જ સુંદર સ્વરૂપે ગ્રહણ કરવું આવશ્યક છે. જગત્ સત્યરૂપે, શિવરૂપે, સુંદરરૂપે - ત્રણે પ્રકારે વ્યક્ત થાય છે ત્યારે જ તેના શુદ્ધ સ્વરૂપનું સમગ્રપણે દર્શન થયું કહેવાય છે. જ્ઞાનાનુભવ તેમ જ સૌન્દર્યાનુભવ - ઉભય આત્મામાં રહેલા ચૈતન્યના વિશિષ્ટ ધર્મો છે. આ ઉભય તત્ત્વનું રૂપક સરસ્વતીની કલ્પના દ્વારા ધટાવવામાં આવ્યું છે. વીણા સંગીતસૂચક છે, મયૂર નૃત્યસૂચક છે, મયૂરપિચ્છ ચિત્રકળાસૂચક છે. આમ, ભિન્ન ભિન્ન કળાનું આરોપણ સરસ્વતીના સ્વરૂપમાં રહેલું છે. શ્વેત કમળ સરસ્વતીનું આસન છે. એ કમળને સો પાંખડીઓ છે. આ શતદલકમલ બ્રહ્મજ્ઞાનનું નિરૂપક છે. સરસ્વતીનું એક ચિત્ર જોવામાં આવેલું તેમાં બન્ને બાજુએ સૂરજમુખી ફૂલના છોડ મૂકવામાં આવેલ હતા. સૂરજમુખી ફૂલની કલ્પનામાં જ્ઞાનની ઉપાસનાનો ધ્વનિ રહેલો છે. સરસ્વતીને જેમ મયુરવાહિની વર્ણવવામાં આવી છે તેમ અન્યત્ર તેને હંસવાહિની પણ વર્ણવવામાં આવી છે. મયુર કળાને મૂર્તિમંત કરે છે; હંસ જ્ઞાનને મૂર્તિમંત કરે છે. જેવી રીતે નીરક્ષીરનો વિવેક કરવો તે હંસનો સ્વાભાવિક ધર્મ કલ્પાયેલો છે, તેવી રીતે જગતમાં સત્યાસત્યનો, શ્રેયપ્રેયનો અને શિવઅશિવનો વિવેક કરવો; સત્ય, શ્રેય, શિવનો આદર કરવો અને અસત્ય, શ્રેયવિરોધી પ્રેય અને અશિવનો અનાદર કરવો એ જ્ઞાનીજનનો સ્વાભાવિક ધર્મ છે. આવી રીતે, સરસ્વતી જેમ અજ્ઞાનનો નાશ કરનારી છે, તેમ રસનો સંચાર કરનારી પણ છે. સરસ્વતીને પણ સંકુચિત અર્થમાં કાવ્યની જ અધિષ્ઠાત્રી માનવામાં આવે છે અને તેથી કવિઓ તેની સવિશેષ પૂજા તેમ જ ઉપાસના કરે છે. - ઉક્ત સરસ્વતીની જે ભિન્ન ભિન્ન પ્રતિકૃતિઓ અથવા મૂર્તિઓ અત્યારે જનસમાજમાં પ્રચલિત છે તેનો કંઈક વિચાર કરીએ. આપણા ગુજરાત દેશમાં સૌથી વિશેષ પ્રચાર પામેલી સરસ્વતીની છબી રાજા રવિવર્માની છે. આ છબીની ઘટના તદ્દન સામાન્ય છે. તેમાંની સરસ્વતી દૃષ્ટપુષ્ટ અવયવોવાળી એક રૂપવતી સ્ત્રી છે; પણ તેમાં નથી કશી દિવ્યતા કે જ્ઞાનનું અપાર ઓજસ. આખું ચિત્ર જાણે કે એક વીણા વગાડતી સ્ત્રીનો ફોટોગ્રાફ છે અને તે પાશ્ચાત્ય ધોરણોને અનુસરીને બરોબર તૈયાર કરવામાં આવેલ છે. સરસ્વતીની મૂર્તિનું એક ચિત્ર હીરાલાલ અમૃતલાલ શાહ મથુરાથી લાવ્યા હતા. આ ચિત્ર કલ્પના, ભાવ, ઘટના, વાતાવરણ - સર્વ બાબતોમાં રવિવર્માથી ઘણું ચડિયાતું છે. આ ચિત્રમાં સરસ્વતી શ્વેત કમળ ઉપર પહોળા પગ રાખીને બેઠી છે; તેના એક હાથમાં સુંદર વીણા છે; બીજા હાથમાં ગ્રંથ છે; એક બાજુએ મયૂર અને હંસ – ઉભયને સૂચવતું સરસ્વતીવાહન છે. બંને બાજુએ સૂરજમુખીના છોડ ઉપર સૂરજમુખીનાં ફૂલ ખીલી રહ્યાં છે. આ રીતે આ ચિત્ર સુંદર છે છતાં પૂરો સંતોષ આપતું નથી. તેમાં બેઠેલ સરસ્વતીમાં જ્ઞાનનું ઉગ્ર ઓજસૂ નથી. બૌદ્ધધર્મમાં ભિન્ન ભિન્ન પારમિતાઓની કલ્પના છે. દાન, શીલ, જ્ઞાન વગેરે આત્માની જે જે વિશિષ્ટ શક્તિઓ અથવા તો સ્વાભાવિક વૃત્તિઓ છે તે પ્રત્યેક પૂર્ણતાએ પહોંચતાં પારમિતાપદને પામે છે. દા.ત. ઊંચામાં ઊંચું શીલ જેણે સિદ્ધ કર્યું હોય તે શીલ-પારમિતાને પહોંચ્યો એમ કહી શકાય. આવી પ્રત્યેક પારમિતાની દેવીરૂપે મૂર્તિ કલ્પવામાં આવે છે અને તે દેવીની ઘટના તથા આસપાસની સાધનસામગ્રી તે તે શક્તિ યા તો વિશિષ્ટ વૃત્તિનાં ભિન્ન ભિન્ન તત્ત્વોની ઘાતક હોય છે. આવી રીતે સંપૂર્ણતાને પામેલી જ્ઞાનશક્તિને “પ્રજ્ઞા પારમિતા' તરીકે ઓળખાવવામાં આવે છે અને તેની અનેક સંકેતચિનોયુક્ત મૂર્તિ બનાવવામાં આવે છે. બૌદ્ધ મંદિરોમાં પ્રજ્ઞા પારમિતાની મૂર્તિ વિશેષ પ્રચલિત છે. તે મૂર્તિની કલ્પના દેવીસ્વરૂપની હોય છે. પદ્માસનમાં અવસ્થિત હોય છે; કમળ પર બેઠેલી છે; બાજુમાં શ્વેત કમળો છે; બંને હાથ છાતી પર હોય છે, અને દશ આંગળીઓ વડે તે મૂર્તિ પરમ જ્ઞાનની ચોક્કસ સંકેતમુદ્રા દર્શાવે છે. આંખો ઢળેલી અને મુખમુદ્રા ધ્યાનાવલીન હોય છે. માથે મુગટ હોય છે અને આખું શરીર દેવીને યોગ્ય અલંકારોથી સુસજ્જિત હોય છે. પ્રજ્ઞા પારમિતાની સુંદરમાં સુંદર મૂર્તિ આજે જર્મનીના મ્યુઝિયમમાં વિરાજ છે. પ્રાચીન હિન્દી સ્થાપત્ય અને મૂર્તિવિધાનને લગતા ગ્રંથોમાં તે મૂર્તિની છબી જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688