Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 648
________________ ૫૨૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અધિષ્ઠાત્રી છે, જ્યારે શ્રુતદેવતા શાસ્ત્રીય જ્ઞાનની જ અધિષ્ઠાત્રી છે. આટલો ભેદ સ્વીકાર્યા બાદ જ્ઞાનનું જે પ્રાધાન્ય અને જ્ઞાનપૂજાનું જે મહત્ત્વ જૈન શાસ્ત્રોએ ગાયું છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. તેનું કારણ જૈન શાસ્ત્રનો મૂળ પાયો જ્ઞાન છે. સત્ય બરોબર સમજવું અને તથા પ્રકારે આચરણ કરી આત્મોકર્ષ સાધવો એ જૈનદર્શનનું ધ્યેય છે. પૂર્વકાળમાં જ્ઞાનવિચારમાં સૌથી વધારે મહત્ત્વનો ફાળો જૈનોએ આપ્યો છે. દરેક જૈનનું ધ્યેય કેવળજ્ઞાની બનવાનું છે અને કેવળજ્ઞાન એટલે દિશા અને કાળથી અબાધિત સંપૂર્ણ જ્ઞાન. “પહેલું જ્ઞાન અને પછી કિરિયા.” એ જૈનદષ્ટિ છે. જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષઃ | એ પણ એ જ ષ્ટિનું નિરૂપણ કરે છે. જૈન આગમમાં કહ્યું છે કે તમો નાખે તો કયા “પ્રથમ જ્ઞાન અને પછી દયા' એ જૈન શાસ્ત્રોનું જ્ઞાનપ્રાધાન્ય સૂચવે છે. જ્ઞાનની આશાતના ન કરાય' એ એકદમ જૈન ખ્યાલ છે. આશાતના એટલે અવગણનાઅવમાનના. જેવી રીતે આપણે દેવ-દેવીની મૂર્તિઓ સમક્ષ કે રાજરાજેશ્વર સમક્ષ વર્તીએ, તેવી જ રીતે જ્ઞાનના સાહિત્ય પ્રત્યે બહુમાનથી વર્તવું જોઈએ. જ્ઞાન વિશે જૈનદર્શનનો અભિપ્રાય જરાક વિગતથી સમજવા જેવો છે. જૈન મત પ્રમાણે આત્મા જ્ઞાનસ્વભાવી છે. કોઈ પણ જ્ઞાન બહારથી આવતું જ નથી. અંદર જ્ઞાન ભરેલું છે. જેવી રીતે મેલથી ખરડાયેલું દર્પણ અંદરના તેજને દર્શાવી શકતું નથી, તેવી રીતે કર્મના આવરણને લીધે આત્મા અંદર રહેલા જ્ઞાનનો અનુભવ કરી શકતો નથી. કર્મો અનેક પ્રકારનાં હોય છે. તેમાં કેટલાંક કર્મો જ્ઞાનાવરણીય હોય છે. આવાં કર્મો આત્મા અનાદિ કાળથી આચરતો અને સંઘરતો આવેલ છે, તેથી આત્મા અજ્ઞાનાવત લાગે છે. કર્મો ખસે તો જ્ઞાન જાગૃત થાય. આ કર્મો દૂર કરવાનાં અનેક સાધનો પૈકી તપ મુખ્ય છે. જ્ઞા આ પ્રકારનો સંબંધ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં કોઈ ઠેકાણે પ્રરૂપાયેલો જ નથી. જૈનેતર દર્શનોમાં તેનો સામાન્ય ઉલ્લેખ છે; પણ સળંગ વિચારસરણી પુર:સર જ્ઞાનની મીમાંસા અને તથા પ્રકારે ઘાર્મિક જીવનની ઘટના જૈનશાસ્ત્રોએ જ કરેલી છે તેથી જ્ઞાનપંચમી (કાર્તિક સુદ પાંચમ)ના દિવસે જૈનો માત્ર જ્ઞાનપૂજા કરે છે એમ નથી; તે દિવસે ઉપવાસ કરે છે, પૌષધવ્રત લે છે, જાપ જપે છે અને જ્ઞાનવંદન (દવવંદન) પણ કરે છે. આ પ્રમાણે જેનું વલણ જ્ઞાનોપાસના તરફ વધારે ઢળે તે પાંચ વર્ષ અને પાંચ માસ સુધી દરેક અજવાળી પાંચમે ઉપવાસ તેમ જ ઉચિત વિધિ કરે છે. આવું જ્ઞાનોપાસના વ્રત પૂર્ણ થતાં તેનું ઉદ્યાપન કરે છે. જ્ઞાનનું ઉદ્યાપન અથવા તો, જૈનોની લૌકિક ભાષામાં કહીએ તો ઉજમણું જૈનોની જ્ઞાનવિષયક ઉત્કટ ભાવના સૂચવે છે. આ પ્રમાણે આપણા આર્યાવર્તમાં તેમ જ પાશ્ચાત્ય દેશોમાં સરસ્વતીની કેવી કેવી કલ્પનાઓ કરવામાં આવી છે અને તેની અર્ચના કેવી રીતે કરવામાં આવે છે અને એ સર્વ પાછળ જ્ઞાનોપાસનાની કેવી ભાવના રહેલી છે તેની સામાન્ય સમાલોચના કરી. ભગવતી સરસ્વતીનું પ્રભુત્વ ત્રિકાળમાં અબાધિત છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થ ચતુષ્ટયની સાધક છે. સમસ્ત જીવમાત્રની એ ઉન્નતગામિની પ્રેરણાશક્તિ છે. એ બ્રાહ્મણોની સરસ્વતી. વૈશ્યોની શારદા, બૌદ્ધોની પ્રજ્ઞા-પારમિતા, ખ્રિસ્તીઓની મીનવ, જૈનોની શ્રુતદેવતા, કવિઓની વાદેવતા અને મિલ્ટનની મ્યુઝ પ્રત્યેક આત્મામાં રહેલી ચૈતન્યશક્તિ અને ઈશ્વરની ચિતશક્તિ ભિન્ન ભિન્ન નામધેય ધારણ કરનારી, અંધકારને અજવાળનારી જ્ઞાનાધિષ્ઠાત્રી ભગવતી પરમ શક્તિને આપણાં સદાકાળ વંદન હો ! વંદન હો !! વંદન હો !!! (“જૈન' પત્રના રૌખ્ય વિશેષાંકમાંથી સાભાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688