Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 661
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૫૩૩ ક્રોધ અનુબંધ નવિ રાખીયે, ભાખીયે વયણ મુખ સાચ રે, સમકિત રત્ન રુચિ જોડીયે, છોડીયે કુમતિ મતિ કાચ રે.. (૩) સાધનાના ક્ષેત્રે કદમ ઉપાડતાં પહેલાં હૃયે જોઈશે મધુમય ઝંકાર. બીજી અને ત્રીજી કડી આ ઝંકારની વાતો લઈ આવી રહી છે. ઉપરના બે દુહામાં વર્ણવેલ આઠ હિતશિક્ષાઓનું પાલન આપણને સમતા, સાધુપુરુષો પ્રત્યેનું સન્માન, સત્યભાષણ અને સમકિત જેવી સંપદાઓની ભેટ આપે છે. “ઉપશમ અમૃતરસ પીજીએ.” “અધમ વયણે નવિ ખીજીયે” અને “ક્રોધ અનુબંધ નવિ રાખીએ” આ ત્રણ હિતવચનોના પાલનથી સમતા પુષ્ટ બને છે. “કીજીયે સાધુ ગુણ ગાન રે' અને “દીજીયે સજ્જનને માન રે' એ પંક્તિઓ સાધુપુwોની ભક્તિ કરવા પ્રેરે છે. “ભાખીયે વયણ મુખ સાચ રે' એ કડી સત્ય ભાષણ માટે ઉદ્દબોધન આપે છે. “સમકિત રત્ન રચિ જોડીયે” અને “છોડીયે કમતિ મતિ કાચ રે...' આ બે હિતવચન મિથ્યાદષ્ટિ છોડી સમ્યકત્વ- પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે : આઠે હિતશિક્ષાઓનું પાલન કેવો ઝંકાર ખડો કરે ! ચિત્તમાં સમત્વ વ્યાપી જાય ત્યારે અનાદિની રાગ અને દ્વેષની ગાંઠો થોડી ઢીલી પડવાથી ચિત્ત રસથી છલકાતું બને છે. શ્રીપાળ રાસમાં ગ્રંથકારે કહ્યું છે તેમ, સરસતાને ગ્રન્જિમુક્તતા-નિર્ગથતા જોડે પૂરો સંબંધ છે. (પ્રેમ તણી પેર શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે...). હવે મહાપરષોનાં ગુણગાન કરવાનું મન થાય છે. ફંફાડા મારતો અહંનો ફણીધર હવે હેઠો બેઠો છે. અહમની શિથિલતાને કારણે કોઈ કદાચ જેમ તેમ બોલી જાય છે, તો મન પ૨ કશું આવતું નથી. એવી સામાન્ય વ્યક્તિત્વોની વાતોને કુદાવી જઈએ છીએ. (અઘમ વયણે નવિ ખીજીએ.) હા, સપુરુષોની વાતો પર, તેમના હિતોપદેશ પર પૂરતું ધ્યાન અપાય છે. નિર્ઝન્થતા એટલી હદે વિકસવી જોઈએ કે વાતે વાતે ગાંઠો મારતા હતા તે ભૂતકાળ બની જાય. ક્રોધ અનુબંધ નવિ રાખીએ.” અનુબંધ ન રહે. ક્રોધ તાત્કાલિક આવી જાય, પણ એ ઘણો સમય ટકનારો ન બને. ગાંઠ મડાગાંઠ ન પડતાં સૈકાના પ્રકારની ગાંઠ જ પડે, જે પલવારમાં જ છૂટી જાય. ક્રોધનો અનુબંધ ન રહે, તેનું સાતત્ય ન રહે એનું કારણ ઉપશમરસનું કરાયેલું પાન છે. અસત્ય બોલવા આદિનાં દૂષણો પણ જઈ રહ્યાં છે. ગ્રન્ધિઓ બધી ઓગળી રહી છે. નિર્ચન્થતા વિકસી રહી છે. મિથ્યાત્વની ગ્રન્યિ જતાં, એ મોતિયાનું ઑપરેશન થતાં દષ્ટિ ઝળાંઝળાં થઈ ગઈ છે. “સમકિત રત્ન' સાથેની આત્મીયતા-સમીપતાએ મિથ્યાત્વના કાચની અસલી ભૂમિકા છતી કરી દીધી છે. આ ઝંકાર | ભીતરી રણકારની પૃષ્ઠભૂ ઉપર સાધક સાધનને પંથે પળે છે. આગળની કડીઓ એ સાધનાપથનું માર્મિક વર્ણન લઈ આવી રહી છે. કડી ચોથીથી સાડાઆઠમી : ચત શરણ-ગમન શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ઘરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્ત રે... જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભાવિક સંદેહ રે; ધર્મનાં વચન વરસે સદા, પુષ્પરાવર્ત જેમ મેહ રે... શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે... $ $ $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688