Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 657
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૨૯ સિદ્ધાંબિકા મંદિર અને હીરપુર (સાબરકાંઠા)ના ચૌલુક્યોત્તરકાલીન ઉજલેશ્વર મંદિરમાં ઉત્કીર્ણ થયેલાં છે. આ ઉપરાંત અમદાવાદમાં હાજા પટેલની પોળના શાંતિનાથ દેરાસરમાં ઘુમ્મટના સ્તંભોના પાટડા અને ટેકા પર દિપાલની મૂર્તિઓ છે. ગુજરાત બહાર રાજસ્થાનમાં આ દષ્ટિએ દેલવાડા (ચૌમુખ મંદિર), ઝાલરા પાટણ (શાંતિનાથ દેરાસર) અને ધાણેરાવ (મૂછાળા મહાવીર દેરાસર)નાં જૈન મંદિરો અગત્યનાં છે. તેમાં ધારાવના મહાવીરસ્વામીના મંદિર પર ઉત્કીર્ણ દિપાલમૂર્તિઓ ત્રિભંગ મુદ્રામાં છે. મધ્યપ્રદેશમાં ખજુરાહોના વરાહ મંદિર અને પાર્શ્વનાથ મંદિરમાં દિકપાલોની સુંદર મૂર્તિઓ છે. આમાંની પાર્શ્વનાથ મંદિરની મૂર્તિઓ ત્રિભંગ મુદ્રામાં અને લલિતાસનમાં છે. ખજુરાહોનાં જૈન મંદિરોનાં પ્રાંગણમાં અનેક દિકપાલમૂર્તિઓ વેરવિખેર પડેલી છે. મધ્યપ્રદેશમાં વિદિશાની નજીક ઉદયપુરમાં ઉદયેશ્વર મંદિર (ઈ.સ.ની ૧૧મી સદી)માં આવેલી દિકપાલપ્રતિમાઓ જાણીતી છે. દક્ષિણ ભારતમાં કર્ણાટકના સુપ્રસિદ્ધ શ્રવણ બેલગોડાની પડોશમાં કંબડહલ્લીમાં પંચકૂટ બસ્તીના જૈન મંદિરમાં ધરણેન્દ્ર યક્ષની પ્રતિમાની ચોતરફ આવેલી દિક્પાલપ્રતિમાઓ (ઈ.સ.ની ૯મી સદી) તથા નીતૂરમાં શાંતીશ્વર બસ્તીની છતમાંની દિપાલમૂર્તિઓ ધ્યાનાકર્ષક છે. બૌદ્ધધર્મમાં દિપાલોને “લોકપાલ' કહે છે. તેની મૂળ ધારામાં તેમની સંખ્યા ચારની છે. બૌદ્ધ ગ્રંથ નિદાનકથા'માં નોંધ્યું છે કે, ગૌતમ બુદ્ધના જન્મ પૂર્વે તેમની સાથે “તુષિત” સ્વર્ગમાં, તેમના જન્મ સમયે માતા માયાની પાસે અને તેમના પરિનિર્વાણ પ્રસંગે ચારેય લોકપાલો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિ, પણ તેમના જીવનના મહત્ત્વના પ્રસંગોએ તેમણે સહાય કરી હતી. બૌદ્ધ દિક્પાલોનાં નામ અને સ્વરૂપ હિંદુ અને જૈન દિપાલોથી ઘણાં જુદાં છે. તેમને ત્રણ મુખ અને છ હાથ હોય છે. ઘણે સ્થળે તેમનું આલેખન ઉગ્ર સ્વરૂપે થયેલું છે. બૌદ્ધ દિકપાલોની વિગત આ પ્રમાણે છેઃ (૧) ધૃતરાષ્ટ્રઃ પૂર્વ દિશાના આ દિપાલ ગંધર્વોના રાજા છે. તેમનું પ્રતીકે તંતુવાદ્ય છે. તેમનો વર્ણ શ્વેત છે. તેઓ ઊંચું શિરસ્ત્રાણ પહેરે છે અને ઉપર પીંછાની કલગી ખોસેલી હોય છે, જેમાંથી ફુમતું કે બાણ લટકતું હોય છે. (૨) વિરૂપાક્ષ : એ પશ્ચિમ દિશાના દિકપાલ અને નાગોના અધિપતિ છે. તેમનાં પ્રતીકો ચૈત્ય, રત્ન અને સર્પ છે. તેમનો વર્ણ રાતો છે. (૩) વૈશ્રવણ : ઉત્તર દિશાના આ દિક્પાલ યક્ષોના રાજા તીકો ધ્વજ અને નકુલ (= નોળિયો) છે. તેમનો વર્ણ પીત છે. હિંદુ અને જૈન ધર્મોમાં પણ દિકપાલ કુબેરનું એક નામ વૈશ્રવણ છે. (૪) વિરૂઢક : દક્ષિણ દિશાના આ દિકપાલ વિરાટ અને વામન કુભંડોના રાજા છે. તેમનાં પ્રતીકો ખગ અને હસ્તીશીર્ષના ચામડાનું શિરસ્ત્રાણ છે. ભારતમાં બૌદ્ધ સ્તૂપો પર ચાર દિશામાં ચાર દિપાલની મૂર્તિઓ મૂકવામાં આવતી. તેઓ સ્તૂપમાંના અવશેષોનું રક્ષણ કરતા હોવાનું મનાય છે. બૌદ્ધ દિપાલની પ્રાચીનતમ પ્રતિમાઓ સાંચીના વિશ્વપ્રસિદ્ધ સૂપ (ઈ.સ. પૂર્વેની ત્રીજી કે બીજી સદી) ઉપર જોવા મળે છે. બૌદ્ધ ધર્મના વિજયાન સંપ્રદાયમાં જૈન ધર્મની માફક નીચે મુજબ દસ દિપાલોની ગણના થાય છે : યમાન્તક (પૂર્વ), પદ્માન્તક (પશ્ચિમ), વિપ્નાતક (ઉત્તર), પ્રજ્ઞાન્તક(દક્ષિણ), તક્કીરજ (અગ્નિ), નીલદંડ (નૈૐત્ય), મહાબલ (વાયવ્ય), અચલ (ઈશાન), ઉશનીશ (આકાશ) અને સુંભરાજ (પાતાળ). આ દસ દિપાલ ઉપરાંત વિજયાનની વિશિષ્ટતા સમી છ દિશાદેવીઓ પણ આ સંપ્રદાયમાં છે, જેમનાં નામ વજંકશી (પૂર્વ), વજફોટા (પશ્ચિમ), વજઘંટા (ઉત્તર), વજપોશી (દક્ષિણ), ઉશનિગ્વિજયા (આકાશ) અને સુંભા (પાતાળ) છે. આઠમી સદીમાં અમોઘવજ નામના બૌદ્ધ સંતે ચાર લોકપાલોની પૂજાને ચીનમાં દાખલ કરેલી. આ રીતે લોકપાલોને ચીનમાં બૌદ્ધ મંદિરોનાં દ્વાર પર સ્થાન મળ્યું. ચીની દિફપોલોનાં નામ ચિ-કુઓ (પૂર્વ), ક્વાંગ-મુ (પશ્રિમ), તો-વેન (ઉત્તર) અને લૈંગ-ચાંગ (દક્ષિણ) છે. આ દિપાલો સુમેરુ પર્વત પર નિવાસ કરે છે. તે સ્વર્ગ “સુખવતી'ના પ્રવેશદ્વારની ચોકી કરે છે. તેમનો પોશાક યૌદ્ધા જેવો હોય છે. તેમના પગમાં બૂટ જેવાં ઊંચાં પગરખાં અને મુફટ કે શિરસ્ત્રાણ છે. ચીનના યુન-નાન પ્રાન્તમાં ફાન-ત્સઉતા નામના દશમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688