Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ તેમને આપણે અરિહંત કહીએ છીએ પણ જ્યારે એ પણ દેહાતીત બની જાય છે ત્યારે એ સિધ્ધ કહેવાય છે. એટલે કે એ સાકારરૂપે દેવતત્ત્વની ઉપાસના કરવી છે તો જૈન દર્શને કહ્યું કે ‘અરિહંત’ની ઉપાસના કરો. અને નિરાકાર રૂપે દેવતત્ત્વની ઉપાસના કરવી છે તો ‘સિધ્ધ' પરમાત્માની ઉપાસના કરો. દેવનાં (૧) સાકાર અને (૨) નિરાકાર બંને સ્વરૂપોને અન્ય ધર્મ પરંપરાઓએ પણ માન્યાં છે. પણ જૈનધર્મમાં ‘સાકાર’ અને ‘નિરાકાર’ શબ્દનો પ્રયોગ કરવાને બદલે એને ‘અરિહંત’ અને ‘સિધ્ધ’ એવા બે શબ્દો આપી દેવામાં આવ્યા છે. જૈન પરંપરાની અંદર - સિધ્ધો પોતાના આત્માનું કલ્યાણ કરી લે છે. પોતાના જ આત્માને, પોતાની ચેતનાને શુધ્ધ કરીને – નિર્મળ કરીને પૂર્ણતાએ પહોંચાડીને તે કૃતકૃત્ય બની જાય છે ને ત્યાં એમનું કાર્ય પૂરું થાય છે. જ્યારે અરિહંતના આત્માઓમાં એક વિશેષતા છે કે પોતાના આત્માની નિર્મળતા તો એ પ્રાપ્ત કરે જ, પરંતુ સાથે સાથે ‘તીર્થંકર નામકર્મ’ નામનું એક એવું વિશિષ્ટ પુણ્યકર્મ એમના ઉદયમાં આવે છે કે જેના કારણે એ જગતના કલ્યાણ માટેનો જબરદસ્ત અને સરળતાભર્યો પુરૂષાર્થ પણ કરે છે. એવા અરિહંત કોઈ પણ આત્મા બની શકે છે. અહિં બેઠેલા આત્માઓમાંથી પણ સંભવ છે કે કોઈ અચિંહતનો આત્મા પણ હોઈ શકે. જો એ પોતાની બહિરાત્મ દશામાંથી બહાર આવે, અંતરાત્મ દશામાં પ્રવેશ કરે અને સાધના કરતાં કરતાં પૂર્ણ સ્થાને પહોંચી ને ૬

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70