Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ ડૉકટર મને કહે, ‘મહારાજ સાહેબ, મારા પર વીતી ચૂકી છે માટે.’ આમ કહીને એમણે પોતાની વાત કહી: ‘મને અહીં આવ્યાને વર્ષો વીતી ચૂકયાં છે. અહીં હું આવ્યો'તો ડૉકટરીનું ભણવા માટે, ભણ્યો, ડીગ્રીઓ મેળવી, સારી હોસ્પીટલમાં જોબ મળી ગઈ, ધીમે ધીમે ડૉકટરી વ્યવસાયમાં હું જામતો ગયો, ને એમ કરતાં કરતાં નામાંકિત ડૉકટર બની ગયો. એ દરમ્યાન મારી ઉંમર થઈ, એક કન્યા સાથે મારાં લગ્ન પણ થયાં, એ કન્યા પણ ખૂબ સંસ્કારી હતી. ભારતથી પોતાનાં માતાપિતા પાસેથી ધર્મના સંસ્કાર લઈને આવી હતી. અમારૂં લગ્ન જીવન ખૂબ આનંદથી પસાર થતું ચાલ્યું. એમ કરતાં અમારે ત્યાં બે બાળકો પણ થયાં, એક દીકરો ને એક દીકરી.’ ‘મહારાજ સાહેબ, અમારે કોઈ કમી નહોતી, ધારણા કરતાં વધુ નામ મળ્યું હતું, ધાર્યા કરતાં વધુ પૈસા મળવા લાગ્યા હતા, થોડાંક વર્ષો પછી જીવન સુખ-સામગ્રીથી ભરપૂર બની ગયું'તું. દિવસો આનંદથી વીતતા હતા, એક જ ધૂન હતી ‘ભારતથી અમેરિકા આવ્યા છીએ તો • વધુને વધુ કમાઈ લઈએ. અને એ ધૂનના કારણે સવારથી સાંજ સુધી અમે પતિ-પત્ની બંને પૈસા કમાવાની દોટમાં જ પડયાં રહ્યાં.’ ‘અમે ભૂલી ગયાં કે અમારે ત્યાં બે આત્માઓ બાળકરૂપે આવેલા છે. એમની પ્રત્યે પણ અમારી કોઈ ફરજો છે, અમારી કોઈ જવાબદારીઓ છે. આ મહત્ત્વની વાત અમે ભૂલી ગયાં, એમને માટે અમે કયારેય જોઈએ એવું ધ્યાન ન આપ્યું. મારો દીકરો હાઈસ્કૂલમાં ભણી રહ્યો હતો, મારી દીકરી કોલેજમાં ભણી રહી હતી તે વખતે એમને સંસ્કાર આપવાની કાળજી લીધા વિના અમે બંને કેવળ કમાવામાં ૪૬

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70