Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ જગતના કર્તા તરીકે જો ઈશ્વરને સ્વીકારીએ તો એમ કરવાથી એની કરૂણા ખંડિત થાય છે, એનું અનંત સામર્થ્ય ખંડિત થાય છે, તેથી જૈન દર્શને પરમાત્માનો સ્વીકાર કર્યો પણ પ૨માત્માને જગતના કર્તા તરીકે ન સ્વીકાર્યા. પરમાત્માને દ્રષ્ટા તરીકે સ્વીકાર્યા. કર્તા અને ભોક્તા તરીકે નહિ, પરંતુ જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે પરમતત્ત્વનો સ્વીકાર કર્યો. જૈન દર્શને અરિહંત પરમાત્માનો જો કોઈ મુખ્ય ગુણ દર્શાવેલો હોય તો એ તેમની કરૂણા છે, કોઈ પણ આત્મા તીર્થંકર ત્યારે જ બની શકે જ્યારે એના હૃદયની અંદર જગતના જીવો પ્રત્યેની કરૂણા પરાકાષ્ટાએ પહોંચે. કોઈ પણ જીવાત્માનું દુઃખ એનાથી જોયું ન જાય. “ક્યારે મારામાં શક્તિ આવે, ક્યારે મને એવી તક મળે કે જગતના તમામ જીવોને દુઃખના તમામ બંધનોમાંથી મુક્ત કરી દઉં અને સૌને સાચા સુખના રસ્તે ચડાવી દઉં” આ ભાવના જ્યારે પ્રબળ બને છે ત્યારે એ આત્મા તીર્થંકર નામકર્મ બાંધે છે. તીર્થંકર થવાનું નિશ્ચિત કરી નાંખે છે. કોઈપણ તીર્થંકર તીર્થંકર થાય એના પૂર્વના ત્રીજા ભવે એ તીર્થંકર નામકર્મને એમની ઉત્કટ કરૂણાને કારણે નિકાચિત કરે છે. 66 “ સર્વે એમના મનમાં સતત એક જ ભાવના રમતી હોય છે કે સવિ જીવ કરું શાસન રસી ઐસી ભાવ દયા મન ઉલ્લસી જીવોને આ ધર્મ શાસનના રસિયા બનાવી દઉં, કારણ કે આત્મા જ્યાં સુધી ધર્મના રંગે નહિ રંગાય, ધર્મનો રસ એને નહિ લાગે ત્યાં સુધી ૯ ,,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70