Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ તો યાદ રાખજો આપણી હોંશિયારી, આપણું જ્ઞાન, આપણો કહેવાતો ધર્મ, બધું જ નકામું છે. જેણે માતાપિતાની આંતરડી નથી ઠારી, જેણે માબાપના અંતરના આશીર્વાદ નથી લીધા એની બુદ્ધિના ફાંકા એને એક દિવસ ડૂબાડી દેશે. એની સંપત્તિ એને એક દિવસ અવળા રવાડે ચઢાવી દેશે. જેવી હોય તેવી પણ એ આપણી મા છે.' બસ, આ એક જ વાત આપણા માટે બસ છે. વાતવાતમાં માતાપિતાની અવગણના કરનારાઓ, માબાપને તુચ્છકારનારાઓ, ‘બેસ, બેસ તને ખબર ન પડે' એમ કહેનારાઓએ બહુ વિચારવાની જરૂર છે. આ પર્યુષણ પર્વના દિવસો આત્મચિંતનના દિવસો છે. હું તમને બહુ પ્રેમથી કહેવા માગું છું કે માતાપિતાના ઉપકારોને કયારેય ભૂલશો નહિ. ભગવાન મહાવીરે ગર્ભકાળમાં રહ્યે રહ્યે આપેલો આ મૂક સંદેશ છે કે ‘ધર્મનો પહેલો પાયો છે માતાપિતાના ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા.’ માતાપિતાના ઉપકારોને સમજવા બહુ જરૂરી છે. આજે આપણે આપણી જાતને એટલી હોંશિયાર માનતા થઈ ગયા છીએ કે આપણે માતાપિતાના ઉપકારોનો વિચાર જ નથી કરતા. એની અવગણના કરીએ છીએ. ભલે માએ કશું ન કર્યું હોય છતાં એણે ઘણું બધું કર્યું છે. તમે આજે જે કંઈ છો તે તમારી માતાના કારણે છો. એની ૨૫

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70