________________
સુખની અનુભૂતિ અપાવવાની તાકાત માત્ર ધર્મ અને અધ્યાત્મની અંદર છે. જૈનધર્મની ઈશ્વર વિશેની કલ્પના, ઈશ્વર વિશેની માન્યતા આ છે, એણે ઈશ્વરને જગતના કર્તા તરીકે નહિ પરંતુ વિશ્વના સર્વ જીવો પ્રત્યે કરૂણા વહાવતા ગણ્યા છે, એમણે એવા મહાન આત્માઓને ઈશ્વર તરીકે સ્વીકાર્યા છે કે જે ધર્મની ગંગા વહાવે છે, ધર્મનો માર્ગ ચીંધે છે અને જગતના જીવોને સાચા સુખનો રસ્તો બતાવે છે.
જૈન દર્શન ઈશ્વ૨તત્ત્વને તો સ્વીકારે જ છે પરંતુ એનું સ્પષ્ટ મંતવ્ય છે કે જીવે પોતાના પુરૂષાર્થથી પોતાના જીવનના ઘડવૈયા બનવાનું છે. ભગવાન કોઈનું જીવન ઘડવા બેસતા નથી, એ કોઈ ક્રિયેટર નથી.
અન્ય ધર્મની પરંપરા કરતાં જૈનધર્મની માન્યતા અહિં જૂદી પડે છે. અન્ય પરંપરામાં ઈશ્વરને જગતના કર્તા તરીકે, ક્રિયેટર તરીકે સ્વીકાર્યા છે. જ્યારે જૈનધર્મે એમને ઉપદેશક તરીકે સ્વીકાર્યા છે. માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા છે, ધર્મપ્રવર્તક તરીકે સ્વીકાર્યા છે પણ ઈશ્વરને સ્વીકાર્યા તો છે જ.
દરેક ઉત્સર્પિણી કાળમાં અને અવસર્પિણી કાળમાં આવા ચોવીસ-ચોવીસ તીર્થંકરો જે થાય છે તે તમારા-મારામાંથી જ કોઈક થાય છે.
આપણા જ જેવા, એક વખતના સામાન્ય આત્માઓ, પણ સાધના કરીને પરમ આત્મા બની શકે છે.
૧૨