________________
હવે તો એ દિવસો આવ્યા છે કે તમારે માને કહેવું જોઈએ કે “મા ! તેં અમારા માટે ઘણું કર્યું, ઘરની સેવામાં મેં તારી જાતને ઘસી નાખી, પણ હવે અમે મોટા થઈ ગયા છીએ. હવે અમે તારી સેવા કરીશું, તું શાંતિથી બેસ, ચાલ હું તને પાણી પાઉં !
જે લોકો પ્રત્યક્ષ ઉપકારા માબાપોના ઉપકારોને સમજી શકતા નથી એવા લોકો કદાચ દીક્ષા પણ લઈ લે તો જેને ગુરૂ બનાવશે એ ગુરૂના ઉપકારોને શું સમજશે ? જે માબાપનો વિનય કરી શકતો નથી એ ગુરૂનો વિનય શું કરશે ?
અને જે પ્રત્યક્ષ માબાપ અને ગુરૂ કે જે જીવંત છે તેમના ઉપકારોને નથી સમજી શકતો નથી એ પરોક્ષ ઉપકારી એવા પરમાત્માના ઉપકારોને શું સમજી શકવાનો હતો ?
કૃતજ્ઞતાના આ ગુણ વિનાની ધર્મની બધી વાતો નકામી છે. ધર્મની વાત તો પછી આવશે, પહેલી આ પાયાની વાતો છે.
પણ, આપણી પાસે એ પાયાની વાતોનાં ઠેકાણાં નથી ને આપણે ધર્મના ઠેકેદારો થઈને ફરીએ છીએ.
દુનિયાના દુઃખો દુર કરવા નીકળેલાને પૂછજો કે પહેલાં તેં તારા માબાપનાં દુઃખો દૂર કરવાની ચિંતા કરી છે ખરી ? એમનાં હૃદયમાં તારા માટે કોઈ અસંતોષ તો નથી ને ?
સમાજની સેવા કરવા નીકળેલાને પૂછજો કે તેં તારા ભાઈઓને ઠેકાણે પાડ્યા છે ખરા ?
આ પાયાની વાતની ઉપેક્ષા કરીને આપણે ધર્મની વાતો શી રીતે કરી શકીએ છીએ ?
- ૩૨