Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ એક વખત થપાટ લાગેલી એટલે અમે પણ એટલા જ સાવધાન બની ગયાં હતાં. કોઈપણ ધર્મપ્રચારક સાધુ-સંત આવ્યા હોય, આપણી સંસ્કૃતિ અંગેનો કોઈપણ કલ્ચરલ કાર્યક્રમ સો-બસો કિલોમીટર દૂર હોય તો પણ અમે અમારાં છોકરાંને લઈને ત્યાં પહોંચી જતાં હતાં... પાર્ટીસીપેટ કરાવતાં હતાં... ને એના કારણે એ બાળકો ધીમે ધીમે આપણા ધર્મને રંગે રંગાવા માંડયાં, ભારતીય સંસ્કૃતિથી તેઓ પ્રભાવિત થતાં ગયાં, પરિણામ અદ્ભૂત આવ્યું. એ દિવસે ડૉકટર મને કહે, “મહારાજ સાહેબ, હવે બીજો એક પ્રસંગ તમને સંભળાવું. બે મહિના પહેલાંની વાત છે. સ્કૂલમાંથી પિકનીક જવાની હતી. મારો દીકરો એ સ્કૂલમાં ભણે. સ્કૂલનાં સૌ બાળકો પિકનીક પર ગયાં. આખા દિવસનો કાર્યક્રમ હતો. જમવાની વ્યવસ્થા એ લોકોએ ત્યાં જ હોટલમાં કરી હતી. સ્વભાવિક છે કે મિશનરી સ્કૂલના ફાધરો અને ટીચરો તેમજ બાળકો ત્યાં જ જમવાનાં હોય. સ્વિમીંગ, બીજી રમતગમત, આનંદપ્રમોદ બધું થયા પછી જમવાનો ટાઈમ થયો એટલે બધાં જમવા બેઠાં, નોનવેજની ડીસો આવવા માંડી. મારો દીકરો તો પ્યોર વેજીટેરિયન થઈ ગયો હતો. એટલે એણે ના પાડી કે, “આમાંનું કંઈ જ મને નહિ ચાલે. મને ખાલી એક કોકાકોલા આપી દો, એ પી લઈશ.' બધાં છોકરાં ખાય ને એ ભૂખ્યો રહે એ સ્વાભાવિક રીતે જ કોઈને ગમે નહિ, એટલે મિત્રોએ કહ્યું કે, “તું એકલો બેસી રહે ને અમે ખાઈ લઈએ એમ ન ચાલે એટલે તું પણ ખાવા બેસી જા.” બધાએ આગ્રહ કર્યો પણ મારા દીકરાએ કહ્યું કે, “ના ભાઈ, હું વેજીટેરિયન છું. આમાનું હું કાંઈ નહિ ખાઉં. મને ફકત કોકાકોલા 'પદ

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70