Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે એને ઝીલવાની હોય છે, પકડવાની હોય છે અને જીવનને ધર્મના રંગે રંગવાનું હોય છે. ભગવાન મહાવીરે આપણને શાસનના રસિયા બનાવવાની શા માટે ચિંતા કરી ? એટલા માટે કે ધર્મ દ્વારા જ જીવનમાં સુખ આવવાનું છે એની એમને ખબર હતી ને આપણને સાચા સુખી બનાવવાનું એમનું લક્ષ્ય હતું. આપણે પણ આપણા પરિવારને, આપણાં બાળકોને સુખી જોવા ઈચ્છતા હોઈએ તો આપણે એમને કયો વારસો સોંપીશું ? માત્ર ધનનો જ વારસો ? માત્ર ધંધાનો જ વારસો કે ધર્મનો વારસો પણ સોંપીશું ? સંસ્કારનો વારસો પણ સોંપીશું ? સમાજનું આંતરિક દર્શન કર્યા પછી હું એવા નિર્ણય પર આવ્યો છું કે જે પરિવારના વડીલો, જે પરિવારનાં માતાપિતાઓ, પોતાનાં સંતાનોને માત્ર પૈસાનો, સમૃદ્ધિનો, વ્યવહારિક ભણતરનો વારસો જ આપવાનો પ્રયત્ન કરે છે, પણ સંસ્કારનો વારસો, ધર્મનો વારસો આપવા માટે જાગૃત નથી રહેતાં, કે એ માટેનો પ્રયત્ન નથી કરતા એમને કયારેક ને કયારેક પસ્તાવાનો વારો જરૂરથી આવે છે. એવા અનેક પ્રસંગો અનેક પરિવારોમાં મને જોવા મળ્યા છે. એક બનેલી સત્યઘટના તમને કહ્યું : એક વિચાર પ્રેરક સત્યઘટનાઃ સને ૧૯૮૯માં પહેલી વખત અમારે જ્યારે અમેરિકા જવાનું થયું ત્યારે અમેરિકાની ધર્મયાત્રા દરમ્યાન અમારે કેનેડા જવાનું પણ થયું. કેનેડાના મુખ્ય શહેરો-ટોરંટો, ઓટાવા, મોન્ટ્રીયલ વગેરે બધે ૪૩

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70