Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ આપી દો.” એ ન માન્યો એટલે બધા મિત્રો એમના ટીચરને કહેવા લાગ્યા. ટીચર આવ્યા. કહે કે, “શું છે, ખાવાની કેમ ના પાડે છે ?' તો એણે કહ્યું, “હું વેજીટેરિયન છું, આમાનું હું કંઈ નહિ ખાઉં. મને કોકાકોલા આપી દો.” ત્યારે ટીચરે એને કહ્યું, “તો તારા માટે બીજું કંઈક મંગાવીએ...' ને એના માટે બીજી સ્પેશ્યલ ડીશ મંગાવવામાં આવી. પરંતુ એની પણ એણે ના પાડી દીધી.... ને કહ્યું, “આમાં ઇંડા છે, એટલે મને એ પણ નહિ ચાલે, કારણ કે હું પ્યોર વેજીટેરિયન છું એટલે મને ઇંડાં કે માછલી કશું ન ચાલે. હું આ પણ નહિ લઉં.” આમ કયારનીય રકઝક ચાલતી હતી. છોકરાઓ કયારનીય માથાકૂટ કરતાં હતાં. હવે ટીચર સાથે પણ જીભાજોડી ચાલી એટલે એ ટીચર પણ અકળાઈ ગયા. એ કહે, “હવે ખાતો હોય તો સીધેસીધો ખાઈ લે. ખોટે ખોટાં નખરાં શું કરે છે ? બહુ મોટો વેજીટેરિયન થઈ ગયો છે. હું નોનવેજ નથી ખાતો એમ કહ્યા કરે છે, પણ ઇંડા તે કાંઈ નોનવેજ કહેવાય ?' ત્યારે મારા દીકરાએ ડર્યા વિના કહ્યું, “હા, આ નોનવેજ કહેવાય.” એટલે એના ટીચરે કહ્યું, “જો તું આને નોનવેજ કહેતો હોય તો પછી મિલ્ક પ્રોડકટ બધી કેમ ખાય છે ? દૂધ કેમ પીએ છે ? એ પણ પશુના દેહમાંથી જ નીકળે છે ને ?' અને એ પછી મારા દીકરાએ જે જવાબ આપ્યો એનાથી તો મેં બહુ અહોભાવ અનુભવ્યો. મહારાજ સાહેબ, અમે કોઈ દિવસ આ બાબતમાં દીકરાને કશું જ કહ્યું ન હતું. છતાં વાતાવરણ બદલાયું ને સંસ્કારોનો પ્રવાહ શરૂ થયો એનું પરિણામ જુઓ.' | મારા દીકરાએ ટીચરને જવાબ આપ્યો, “સર, દૂધ તો મારી માનું પણ પીઉં છું, પણ એટલે શું હું મારી માનું માંસ પણ ખાઉં ? પડ

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70