Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ પણ ધર્મ નથી હોતો. એમની પાસે જો ધર્મ હશે તો એ આનંદથી જીવતા હશે ને મહાનતાના માર્ગે આગળ વધતા હશે. જે શ્રીમંતોએ માત્ર પૈસાને પ્રાધાન્ય આપ્યું હશે, એ ભલે ઉદ્યોગપતિ હશે, મીલ માલિક હશે કે ગમે તેવો મોટો વેપારી હશે, ભલે એણે પૈસાનો ખડકલો વધાર્યો હશે, પણ એની પાસે જો કોઈ સાધના નહિ હોય, પરમાત્માની કોઈ ઉપાસના નહિ હોય, તત્ત્વજ્ઞાનનાં ઝરણાં એના હૃદયને ભીંજવતાં નહિ હોય તો એ ગમે એવો મોટો શ્રીમંત હોવા છતાં આંતરિક રીતે ભયંકર દુઃખી હશે. સુખની સામગ્રી અને સુખની અનુભૂતિ, એ બે જુદાં જુદાં તત્ત્વો છે. સુખની અનુભૂતિ કરાવવાની તાકાત એકમાત્ર ધર્મ અને અધ્યાત્મની અંદર જ છે. ભગવાન મહાવીર અને અન્ય તીર્થકરો પણ એવું નથી વિચારતા કે, મારું પુણ્ય પ્રચંડ છે તો એના વડે દુનિયામાં સંપત્તિની રેલમછેલ... રેલાવી દઉં. જે જીવાત્મા મારી સેવામાં રહેવાના છે તેમના માટે અઢળક સંપત્તિ રેલાવી દઉં ને એમને સુખી કરી દઉં.” આવો વિચાર પણ એમણે નથી કર્યો. એમણે ધાર્યું હોત તો એ બધું થઈ શકયું હોત, સમૃદ્ધિની રેલમછેલમાં મહાલી શક્યા હોત, પણ એવો વિચાર કરવાને બદલે સૌને ધર્મશાસનના રસિયા બનાવવાનો વિચાર કર્યો. કારણ કે એમને સમજણ હતી કે સંપત્તિથી કયારેય સુખી થવાતું નથી, કેવળ સંસ્કારોથી જ સુખી થવાય છે. ધર્મ મહાસત્તાના શરણે જવાથી જ સુખી થવાય છે. ભગવાન તીર્થકરના જીવનના પ્રસંગો આપણને આ પ્રેરણા આપે છે. FO

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70