Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ ભગવાન મહાવીર ગર્ભમાં રહ્યા રહ્યા સંકલ્પ અને પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી મારાં માતાપિતા જીવંત હશે ત્યાં સુધી એમના હૃદયને દુઃખ થાય એવી સંસાર ત્યાગની વાત હું નહિ કરૂં. ભગવાન મહાવીરનો આપણા સૌને માટે આ પહેલો સંદેશ હતો. માતાપિતાના ઉપકારો સમજો. એમને કયારેય દુઃખી કરશો ઘણી વખત શ્રાવકોના ઘરે ભીક્ષા વિગેરે માટે જવાનું થાય અને કોઈક માની સાથે એનાં છોકરાંને ઝઘડતાં જોઈએ ત્યારે એટલું બધું દુ:ખ થાય કે આપણે કોના ઘેર આવી ગયા છીએ ? કયારેક એવાં દૃશ્યો પણ જોવા મળે છે કે છોકરો સોફા પર બેઠો હોય, ટી.વી. જોતો હોય, રિમોટથી ચેનલો બદલતો હોય ને ઘરમાં બિચારી મા રસોડામાં ધૂમાડો ખાતી ખાતી કામ કરતી હોય, ત્યાં અચાનક છોકરાનો ઓર્ડર છૂટે, ‘મમ્મી, પાણી આપજે ને ?’ આ જોઈએ ત્યારે એમ થાય કે મા કામ કરી રહી છે, છોકરો જુવાનજોધ થઈ ગયો છે, સોફા પર બેઠો બેઠો ટી.વી. જુએ છે ને માને પાણી લાવવાનો હુકમ કરે છે ! આવો હુકમ કરતાં એને શરમ નહિ આવતી હોય ? હા, જ્યારે તમે નાના હતા ત્યારે તમારી માએ તમને પાણી પાયું, દૂધ પાયું, તમારા માટે બધું જ કર્યું ! માની તમે ઘણી સેવા લીધી, પણ હવે તમે મોટા થયા, સશકત થયા પછી પણ મા તમારી સેવા જ કર્યા કરે ? નહિ. ૩૧

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70