Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ જાણવાનો, અંગ્રેજી ભાષામાં છોકરાંઓને સમજાવવાનું અને એમને ખ્યાલ આપવાનો કે આ દેરાસરો વસ્તુપાળ-તેજપાળે બનાવેલાં, પછી વસ્તુપાળ-તેજપાળ કોણ હતા, એમને કેટલો ખર્ચ થયેલો, કેવી રીતે એમણે દેરાસરો બનાવ્યાં વગેરે દ્વારા પૂર્વજોની ભાવનાનો ખ્યાલ આપ્યો, એમને ત્યાંની કલા-સમૃદ્ધિ, અદ્ભૂત કોતરણી, શિલ્પ-સ્થાપત્ય વગેરેનાં દર્શન કરાવ્યાં, કયાંક સાધુ-સાધ્વીજી મહારાજના સમાચાર મળે તો એમની પાસે પણ લઈ જઈએ, એમની સાથે તત્ત્વચર્ચા કરાવીએ, ધર્મનો બોધ અપાવીએ. એમ કરતાં કરતાં અમારો પ્રવાસ આગળ વધતો ગયો તેમ તેમ અમારાં બાળકોને એમ થતું ગયું કે, “અહોહો... આપણો ધર્મ આટલો બધો મહાન છે ? આપણા તીર્થો આટલાં બધાં જાજરમાન છે? આપણા સાધુ-સંતો આવા ત્યાગી છે ? આપણું તત્ત્વજ્ઞાન આટલું બધું વૈજ્ઞાનિક છે ?... અને ધીમે ધીમે એમને આપણા ધર્મ માટે પ્રાઉડનેસ આવતી ગઈ... એમનું હૃદય ગૌરવથી ભરાતું ગયું.” અને મહારાજ સાહેબ, ચાર મહિનાની એ ધર્મયાત્રા, ભારતભરની તીર્થયાત્રાઓ, સાધુ-સંતોના સમાગમ કરીને અમે કેનેડા પાછા ફર્યા ત્યારે અમારાં સંતાનો “રીટર્ન ટુ હોમ” ઘર તરફ સંસ્કૃતિ ભણી પાછાં ફરી ચૂકયાં હતાં !” “મહારાજ સાહેબ, અમે અહીં આવી ગયાં. પહેલાં તો અમારો છોકરો નોનવેજ ખાતો થઈ ગયો હતો પણ ભારતની આ યાત્રા પછી એને જ સમજાઈ ગયું. મેં એને માંસ છોડવા નથી કહ્યું છતાં એ સ્વયં શાકાહારી બની ગયો, માંસાહાર એણે છોડી દીધો.' પપ

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70