Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ તમારો ભૂતકાળ યાદ કરો. જે દિવસે તમને પહેરાવવા માટેનાં કપડાં પણ પૂરાં પાડવાની શકિત તમારી માતામાં નહિ હોય, તમને ભણાવવાની તાકાત તમારા પિતામાં નહિ હોય તે દિવસે પોતે એક ટંક ભૂખ્યાં રહીને પણ એ મા બાપે તમને ભણાવ્યાં હશે. અને માત્ર તમને જ નહિ, ચાર ચાર બાળકોને કદાચ એમણે ઉછેર્યા હશે. પણ આપણા સમાજની કેવી કમનશીબી છે કે એક મા-બાપ પોતાની જીંદગીમાં ચાર-ચાર છોકરાને ઉછેરી શકે છે, મોટા કરી શકે છે, ભણાવી-ગણાવીને તૈયાર કરી શકે છે પણ એવા તૈયાર થયેલા, ભણેલા-ગણેલા ને સુખી થયેલા ચાર-ચાર છોકરાઓ એક મા-બાપને સાચવી શકતા નથી ! વૃદ્ધ થયેલા મા-બાપ માટે છોકરાઓએ વારા કરવા પડે છે કે એક મહિને એક છોકરાને ઘેર મા-બાપ રહેશે, બીજા મહિને બીજા છોકરાને ઘેર રહેશે, ત્રીજા મહિને ત્રીજા છોકરાને ઘેર રહેશે ને ચોથા મહિને ચોથા છોકરાને ઘેર મા-બાપ રહેશે !! પેટે પાટા બાંધીને ચાર ચાર છોકરાઓને ઉછેરનાર ને ભણાવી-ગણાવી ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર મા-બાપની એમનાં ઘડપણમાં ધનવાન દીકરાઓ દ્વારા કેવી દુર્દશા !! આના જ પરિણામે આપણે ત્યાં પણ હવે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. વૃદ્ધાશ્રમો જોઈને રાજી ન થશો. એ આપણા સમાજની તંદુરસ્તીનું નહિ, બિમારીનું પ્રતીક છે. સમાજ હવે સડી ગયો છે, સહુ સ્વાર્થી અને સ્વ કેન્દ્રિત બન્યા છે, માટે જ વૃદ્ધાશ્રમો વધારવા પડે છે. - ઘરડાં થઈ ગયેલાં, અશકત થઈ ગયેલાં, ને રોગોથી ઘેરાયેલાં માબાપને આજના દીકરાઓ એમની રોજની કચકચ ને પંચાતથી છૂટવા 38

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70