Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ બૂમ મારી કે, “બેટા, શું કરો છો ?' મેં બૂમ મારી એટલે કોલેજમાં ભણતી મારી દીકરી સીડીના ઉપરના પગથીયા પાસે આવીને ઊભી રહી. મેં કહ્યું, “બેટા, તરત જ નીચે આવી જાઓ.” દીકરી પૂછે, “શું છે ?' કહ્યું, “બેટા, ખબર નથી કે તારી મમ્મીને આજે ઉપવાસ પૂરા થયા છે અને મમ્મીની ઈચ્છા છે કે આજે પારણું કરતાં પહેલાં આપણે ભગવાનની આરતી કરીએ. માટે બેટા, જલ્દી કરો, તૈયાર થઈને નીચે આવો, આપણા ભગવાનની આરતી કરવાની છે.” હવેનો જે ડાયલોગ છે તે ધ્યાનથી સાંભળવા જેવો છે. - પેલા ભાઈ મને કહે, “મહારાજ સાહેબ, સવાસો માણસ ઘરમાં આવી ગયાં છે, હું નીચેથી બૂમ પાડું છું. કોલેજમાં ભણતી મારી દીકરી ઉપર ઊભી છે. હું જ્યારે કહું છું કે, “ચાલો, આપણા ભગવાનની આરતી કરવી છે ત્યારે મારી દીકરી ઉપરથી જ મને પૂછે છે કે, “ડેડી, હુ ઈઝ અવર ગોડ ?' જેના ઘરમાં નાનકડું પણ મંદિર છે, એમાં ભગવાન મહાવીરની મૂર્તિ છે, જેની માએ અઠ્ઠાઈ કરેલી છે, અઠ્ઠાઈ દરમ્યાન જે રોજ સામયિક કરે છે, ને રોજ આરતી કરે છે એ ઘરમાં રહેતી છોકરી એના બાપને પૂછે છે કે, “ડેડી, હુ ઈઝ અવર ગોડ ?' આ બનેલી ઘટના તમને સંભળાવી રહ્યો છું. જે માબાપો હોય એમણે ધ્યાનથી સાંભળવાની જરૂર છે. જો સંતાનો પર ધ્યાન નહિ રાખ્યું તો યાદ રાખજો, કાલ કેવી આવશે તેની તમે કલ્પના નહિ કરી શકો. તમે આપેલા સંપત્તિના વારસા પર પાણી ફરી વળશે. તમારા પૈસા જ તમારાં સંતાનોને અવળા રવાડે ચઢાવી દેનાર બનશે. તમારાં દીકરા-દીકરીઓ તમારું નામ ડૂબાડશે કે ઉજાળશે એની કલ્પના તમે ४८

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70