Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ સાહેબ, અમારી હાલત શું થાય ?' “માય ગોડ ઈઝ જીસસ ક્રાઈસ્ટ, નોટ મહાવીરા' પેલીએ ધડ દઈને કહી દીધુ ને અમારો મૂડ ખતમ થઈ ગયો. અમારી દીકરી કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી હતી, ક્રિશ્ચિયન મિશનરીની કોલેજમાં એજ્યુકેશન લીધું હતું ને રોજ ત્યાં છાતી-માથા પર ક્રોસ કરવાની ટેવ પડી ગઈ હતી પણ કોઈ દિવસ એની માએ પ્રેમથી બેસાડીને એને કહ્યું નહોતું કે, “બેટા આપણે જૈન છીએ, ચાલો, આપણે ભગવાન મહાવીરની આરતી ઉતારીએ.” સંપત્તિ ભલે વધારો. તમારા પુણ્યના ઉદયથી તમને જે મળયું હોય તે તમે મેળવો, પણ એટલામાં જ જો અટવાઈ ગયાં તો ગંભીર પરિણામ આવશે. પુરુષોને પૈસા કમાવામાંથી ઊંચું જોવાની ફૂરસદ નથી અને બહેનોને થોડું ઘણું કામ કર્યા પછી મંડળો અને કમંડળોમાં જવાની લત એટલી લાગી ગઈ કે ના પૂછો વાત ! આજે આ મંડળમાં જવાનું છે, કાલે પેલા મંડળમાં જવાનું છે, આજે અહીં મીટીંગ રાખી છે, ને કાલે ત્યાં મીટીંગ રાખી છે, એનું માણસો એટલું ગૌરવ લે છે કે, “અમે તો આ મંડળના મેમ્બર છીએ ને પેલા મંડળનાં મેમ્બર છીએ !' - ફર્યા કરો તમે કલબોમાં અને છોકરાંઓને ફરવા દો જ્યાં ફરવું હોય ત્યાં !.. તો પરિણામ શું આવશે ? બાળકો માટે રોજ થોડો સમય કાઢોઃ મારે તમને આજે બહુ લાગણી સાથે કહેવું છે કે આ બધું ફરવાનું ઓછું કરો અને ઘરમાં ઠરો જરા! આવા પુણ્યશાળી બાળકો ૫૧

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70