Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ અમારા માબાપે અમારા માટે શું કર્યું' એવો વિચાર આવે તો તરત જ બધાં કામ પડતાં મૂકીને અનાથાશ્રમમાં પહોંચી જજો, ને ત્યાં લાચાર સ્થિતિમાં રહેતાં બાળકોને જોઈને વિચાર કરો કે તમારી માતાએ એ બાળકોની જેમ તમને તરછોડી ન દીધા એ એનો મોટો ઉપકાર નથી શું ? બે ત્રણ વરસ પહેલાં આચાર્ય શ્રી સુશીલકુમારજી મહારાજની સાથે રાજકોટ જવાનું થયું. ત્યાં કેટલાંક પ્રવચનો યોજાયાં હતાં. એવા પ્રવચન નિમિત્તે ત્યાં પણ એક અનાથાશ્રમમાં જવાનું થયું. ત્યાં તો નાનાં-નાનાં ત્રણ-ચાર વરસના લગભગ ૧૦૦ અનાથ બાળકો હતાં. અમે એ આશ્રમની મુલાકાત લીધી ત્યારે એ બાળકોને જમવાનો સમય હતો. આશ્રમની સંચાલિકા બહેનો એ નાના નાના ભૂલકાંઓને પ્રેમથી જમાડતી હતી પણ છતાં “મા”ની ખોટ કયાંથી પૂરાય ? એક સગી મા પોતાના બાળકને ખવડાવે ને એક પારકી સ્ત્રી બીજાના બાળકને ખવડાવે એ બે વચ્ચે ફરક છે તે જોવા મળી ગયો. તમે જમ્યા પછી તમને ખાવા-પીવાનું કશું ભાન નહોતું ત્યારે તમારી માતાએ કોળીયા તૈયાર કરીને તમારા મોંમાં પ્રેમથી મૂકયા તેના કારણે જ તમારું શરીર બંધાયું છે એની તમને ખબર છે ? અને છતાં અમને જન્મ આપ્યો કે ઉછેર્યા એમાં શું મોટો ઉપકાર કર્યો અમારી માએ ?' એમ કહેવાની હિંમત કરો છો ? સોક્રેટીસની અભૂત જીવનદ્રષ્ટિઃ સોક્રેટીસની પત્નીએ પોતાના છોકરાને કંઈક ઠપકો આપ્યો ૨૯

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70