________________
સંભળાવો ને ! અને હું અનાથાશ્રમમાં ગયો હતો.
અને મને આજે પણ બરાબર યાદ છે કે અનાથાશ્રમનાં બાળકો પાસે જઈને ઉપાશ્રયે પાછા આવ્યા પછી, ગોચરી આવી ગઈ હતી છતાં મેં એને છોડી દીધી હતી, હું ખાઈ શક્યો ન હતો.
કારણ, ત્યાં કંગાળ હાલતમાં, દયાપાત્ર બાળકોને જોઈને મારૂં હૃદય કકળી ઉઠયું હતું.
નાનાં નાનાં ઘોડિયામાં, એક-બે દિવસનાં જન્મેલાં બાળકો લાચાર હાલતમાં સૂતાં હતાં, એમની મા જન્મ આપીને, એ કયાંક ગેરકાયદેસર જન્મ્યાં હશે તે માટે સમાજના ભયને કારણે પોતાનું જન્મેલું બાળક રસ્તા પર, કે ટ્રેનના પાટા પર છોડી દઈને ચાલી ગઈ હશે. એ બાળકોને મેં જોયાં, મારું હૃદય દ્રવી ગયું, મને ખાવાનું ન ભાવ્યું.
એક માએ એના એક જ દિવસના જન્મેલા બાળકને ટ્રેનના પાટા પર છોડી દીધું હતું અને પોતાના હૃદય પર પથ્થર મૂકીને એની મા ચાલી ગઈ હતી. - રાત્રે જંગલી ઉંદરડાઓએ તાજા જન્મેલા એ બાળકનું નાક કોચી ખાધું. માનવ સેવાસંઘના કાર્યકરોને ખબર પડીને એ દોડ્યા, બાળકને અનાથાશ્રમમાં લઈ આવ્યા. એ બાળક મને બતાવ્યું. બિચારાનું કોમળ નાક ઉંદરડાની દાઢોની વચ્ચે ચવાઈ ગયું હતું. અને એ લાચાર બાળક આંખો મીંચીને અનાથાશ્રમના ઘોડિયામાં પડયું હતું !
આવા દયાપાત્ર બાળકની દુર્દશા જોયા પછી તમે મને કહો, ખાવાનું શી રીતે ભાવે ?
-
૨૮
;