Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ તમને મળ્યા છે તો રોજ થોડો સમય એમની સાથે કાઢો. એમના જીવનની એક એક ઘટનાઓમાં ઊંડો રસ લ્યો. એમને પ્રેમથી પાસે બેસાડીને પૂછો કે તારા મનમાં કોઈ મૂંઝવણ તો નથી ને બેટા ? તું આનંદમાં છે ને ? આજે સ્કૂલમાં શું ભણી આવ્યો ? ચાલ, તને લેશન કરાવવામાં મદદ કરૂં ? લાવ, તારા પાઠયપુસ્તકો બતાડીશ મને ? મારે જોવું છે તને શું શું ભણાવવામાં આવે છે. તમારા બાળકોના પાઠયપુસ્તકો કયારેય હાથમાં લીધાં છે ખરાં ? એ પાઠયપુસ્તકોમાં શેના પાઠ આવે છે, એ શું ભણે છે એનો વિચાર તમે કર્યો છે ? ઇંડામાં કેટલી કેલરી, માછલાંમાં કેટલાં પૌષ્ટિક તત્ત્વો છે એવું એના મગજમાં શું શું ભરવામાં આવે છે એની કાળજી તમે લીધી છે ? તમારો દીકરો શાળામાં ગમે તે ભણીને આવ્યો હોય પણ એ પછી એનું બ્રેઈન વોશ કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ ચોપડી ખોટી છે, આવાં ભૂંસાં મગજમાં ભરતો નહિ, સમજી લે કે, આ ઇંડા ખાવાની કોઈ જરૂર નથી. પ્રોટીન્સની જરૂર હોય તો બેટા, કઠોળ ખા. મગમાં જેટલાં પ્રોટીન્સ છે એટલાં ઇંડા કે માછલાંમાંથી નહિ મળે એવું એનું બ્રેઈન વોશ કર્યું છે ખરૂં ? આજે મારે તમને બહુ પ્રેમપૂર્વક આ બધું પૂછવું છે. પર્યુષણના દિવસોમાં થોડું આત્મચિંતન કરજો કે, મેં મારી બાપ કે મા તરીકેની કેટલી જવાબદારી અદા કરી છે ?' જે બાપને આઠ કલાક ધંધો કરવાનો સમય મળે છે, બીઝનેસની મીટીંગો કરવાનો સમય મળે છે. જે માને બીજી પ્રવૃત્તિઓ કરવાનો ૫૨

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70