Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ કે તુરત ઉભા થાઓ છો ખરા ? આજે તો છોકરા સોફા પર બેઠા હોય છે ને મા જમીન પર બેઠી હોય છે ને છતાંય છોકરાને શરમ આવતી નથી કે મા નીચે એમ ને એમ બેઠી છે ને હું આરામથી બેઠો છું એ મારા માટે શોભાસ્પદ ન ગણાય. આવાઓને આપણે ધર્માત્મા કહેવા ? સંસ્કારી કહેવા ? બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે આપણે કયાં છીએ? અને ક્યા માર્ગે જઈ રહ્યા છીએ ? તમે બધાં ભાગ્યશાળી છો, મહાન આત્માઓ છો કે તમને સંસ્કારી માતાની કૂખે જન્મ મળ્યો છે. તમે જમ્યાં હશો ત્યારે તમને કાંઈ ગતાગમ નહિ હોય. એવે ટાણે પહેલો નવકાર મંત્ર તમારી માતાએ તમારા કાનમાં નાખ્યો હતો એ વાતની ખબર છે તમને ? દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર તમને જો કોઈ શીખવનાર કે સહુ પ્રથમ તમને સંભળાવનાર હોય તો તે તમારી મા છે. ' અરે, તમને કોઈ ગતાગમ નહોતી, ચાલતાંય સરખું શીખ્યા નહોતા, ત્યારે તમારી આંગળી પકડીને તમને ધીમે ધીમે મંદિરમાં લઈ જઈને ભગવાનનાં દર્શન કોણે કરાવ્યાં હતાં ? તમારી માએ કરાવ્યાં હતાં ! એ માટે તમે કેમ ભૂલી શકો ? એના ઉપકારોને કેમ ભૂલી શકો? આજે પરિસ્થિતિ બહુ શોચનીય બની છે. ધર્મની વાતો વધી છે, ધર્મનાં સ્થાનો વધ્યાં છે, ધર્મની કહેવાતી પ્રવૃત્તિઓય વધી છે, પણ, પાયાના ધર્મો ભૂલાયા છે. એટલે જ ધર્મની વાતો, ધર્મનાં સ્થાનો ને ધર્મની પ્રવૃત્તિઓ આપણા જીવન પર સાચાં ધર્મનો પ્રભાવ પાડી શકતી નથી. ૩૬.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70