Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ કારણકે જૈન ફિલોસોફી જેવી દુનિયામાં બીજી કોઈ ઊંચી ફિલોસોફી નથી.' દીકરીએ બાપને આવું કહ્યું હશે ત્યારે બાપનું હૈયું કેવું ગજગજ ઉછળતું હશે ! એમને કેટલો બધો આનંદ થતો હશે ! એક દિવસ દીકરી એમ કહેતી હતી કે, ‘મહાવીર મારા ભગવાન નથી...' ને એ જ દીકરી એમ કહે કે, ‘જૈન તત્ત્વજ્ઞાન જેવું બીજું કોઈ તત્ત્વજ્ઞાન નથી !' આ કેટલું મોટું પરિવર્તન !! કહો, સંતાનોને કયો વારસો આપવો છે, સંપત્તિનો કે સંસ્કૃતિનો? તીર્થંકરોનાં જીવનચરિત્રો આપણને પ્રેરણા આપનારાં બની રહેવાં જોઈએ. એમાં અદ્ભૂત પ્રેરણાઓ ભરેલી છે. કોઈપણ તીર્થંકરનો આત્મા પૂર્વના ત્રીજા ભવે સર્વ જીવોને ધર્મશાસનના રસિયા બનાવવાની તીવ્ર ઝંખનાવાળો બને છે. અને પરિણામે તીર્થંકર નામકર્મ બાંધે છે. જ્યાં સુધી આત્મા ધર્મની સાથે નહિ જોડાય ત્યાં સુધી એના જીવનમાં દુઃખોનો અંત આવવાનો નથી. ધન, સુખની સામગ્રી અપાવી શકશે, પણ સુખની અનુભૂતિ કરાવી નહિ શકે. સુખની સાચી અનુભૂતિ તો ધર્મ જ કરાવી શકશે. સુખની સામગ્રી મેળવવી એક બાબત છે અને સુખની અનુભૂતિ મેળવવી જુદી બાબત છે. સંપત્તિ તમને સુખનાં સાધનો અપાવી શકશે પણ એ ‘સુખ’ અપાવી શકશે એવી ભ્રમણામાં ન રહેતા. અઢળક સંપત્તિના સ્વામીઓ પણ ભયંક૨ દુ:ખી હોય છે. સંસ્કાર વિહોણા શ્રીમંતો જેવા દયાપાત્ર આજે બીજા કોઈ નહિ હોય. અંતરથી એ બહુ દુ:ખી હોય છે કારણ કે એમની પાસે ધન હોય છે, ૫૯

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70