Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ છીએ. તમારે હા પાડવાની જ છે. બોલો, અમે જે કંઈ કહીએ એની હા પાડશો ને ? વર્ધમાન કહે, ‘શી વાત છે તે તો કહો, વાત જાણ્યા સિવાય શી રીતે હા પાડું ?' મિત્રો કહે, ‘તમે હા પાડો કે ના પાડો કંઈ ચાલવાનું જ નથી... તમારે હા પાડવાની જ છે. અમે કાંઈ એમ–નેએમ આવ્યા નથી. અમને તમારી માતાએ મોકલ્યા છે. તમારા માતાપિતા કંઈક ઈચ્છે છે ને અમે એમની ઈચ્છાની વાત લઈને આવ્યા છીએ ને તમારે એ માનવી જ પડશે.' આમ કહીને મિત્રોએ વાત રજૂ કરતાં કહ્યું, ‘સમરવી રાજાની પુત્રી યશોદાનું માગું તમારા માટે આવ્યું છે. માતા ત્રિશલા ઈચ્છે કે તમે એનું પાણિગ્રહણ કરો.' મિત્રો આટલી વાત કરે છે ત્યાં તો માતા ત્રિશલા આવી ચઢયાં. માને અચાનક આવેલાં જોઈ વર્ધમાનકુમાર પોતાના સિંહાસન પરથી ઉભા થઈ ગયા. ‘મા, તમે કેમ અહીં પધાર્યા ? મને બોલાવી લેવો હતો ને ? કંઈ કામ હોય તો હું જ તમારી પાસે આવી જાત. તમે કેમ આવ્યાં ? મારા વિનયમાં શું ખામી દેખાણી ?' ત્રિશલા કહે, ‘બેટા, તારા વિનયમાં તે ખામી હોય ? તારા વિનયમાં મેં કયાંય ખામી જોઈ નથી... તારા માટે મને કોઈ શંકા નથી... પણ હું તને બોલાવું ને તું આવે એટલો તારા દર્શનમાં વિલંબ થાય એ મારાથી સહન થયું નહિ માટે તને મળવા દોડી આવી છું.' વર્ધમાનકુમાર કહે, ‘કહો મા, શું કામ છે ?' ૧૮

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70