Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને માબાપને કહે છે કે “તમે હવે અહીં જ રહેજો. દર મહીને અમે તમને પૈસા મોકલી દઈશું. તમને કોઈ તકલીફ નહિ પડે.” આવા સ્વાર્થી દીકરાઓને કોણ સમજાવે કે તું તારી માને અને બાપને પૈસા આપીને છૂટી જઈશ પણ એને પુત્રનો પ્રેમ કોણ આપશે? વૃદ્ધાશ્રમના પગારદાર માણસો આપશે ? તારી મા પૈસાની ભૂખી નથી, એ તો તારા પ્રેમની ભૂખી છે. એને બીજુ કંઈ નહિ, હૃદયની લાગણી આપ ને ! પછી તું એને લૂખી રોટલી આપીશ તોય એને બહુ મીઠી લાગશે. કહો, આપણે શું કરીએ છીએ ? ભગવાન મહાવીરનું જીવન પર્યુષણના દિવસોમાં એટલા માટે વાંચવામાં આવે છે કે એના એક એક પ્રસંગોમાંથી આપણને આવી પ્રેરણા મળે. ભગવાન મહાવીરનો આત્મા દેવલોકમાં હતો ત્યાંથી પણ આપણને એણે પ્રેરણા આપી છે, એ આત્મા ગર્ભમાં આવ્યો ત્યારે ત્યાંથી પણ એણે પ્રેરણા આપી છે અને એણે જન્મ લીધા પછી પણ પોતાના જીવનમાંથી પ્રેરણા આપી છે. મિત્રોની સાથે બેઠેલા વર્ધમાનકુમાર ચર્ચા કરી રહ્યા છે ત્યાં જ માતા ત્રિશલા પહોંચી ગયાં. માતાને જોઈને વર્ધમાનકુમાર ઉભા થઈ ગયા ને માને પૂછયું, “મા, તમે કેમ આવ્યાં ? તમે આજ્ઞા કરી હોત તો હું આવી ન જાત ?' યાદ કરો, સોફા પર બેઠા બેઠા ટી.વી. જોતા હો ને મા આવે રૂપ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70