Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ મા કહે, “શું નક્કી કર્યું તેં ? તારા મિત્રોની વાત તેં ધ્યાનમાં લીધી કે નહિ ? બસ એ જ વાત કરવા આવી છું.” વર્ધમાનકુમાર નીચી નજર નાખી જાય છે. એમને તરત જ પોતાનો ભૂતકાળ યાદ આવે છે ને વિચારે છે “અત્યારે તો હું મારી ભાવનાઓમાં રાચતો રહું છું. પણ ભૂલી જાઉં છું કે હું માતાના ગર્ભમાં હતો ત્યારે મેં એક સંકલ્પ કરેલો છે.” વર્ધમાનકુમારને ગર્ભાવસ્થામાં કરેલો એ સંકલ્પ યાદ આવી ગયો ને માને ના પાડવાની હિંમત ગુમાવી બેઠા. નીચી નજર નાખીને બેસી રહ્યા અને માને જોઈ રહ્યા. મા ત્રિશલા પૂછે છે, “બેટા, શા વિચારમાં ખોવાયો છે ?” પણ વર્ધમાનકુમાર કાંઈજ બોલતા નથી. ને વર્ધમાનકુમારના મૌનમાં માએ હા વાંચી લીધી. માના આનંદની કોઈ અવધિ ન રહી. કુમાર વર્ધમાનને ગર્ભકાળ દરમ્યાન પોતે કરેલી પ્રતિજ્ઞા યાદ આવી ગઈ છે અને તેઓ એના જ વિચારમાં ખોવાઈ ગયા છે. કોઈપણ તીર્થંકરનો આત્મા જ્યારે ગર્ભમાં હોય છે ત્યારથી જ એ ત્રણ ત્રણ જ્ઞાન સાથે જ અવતરતો હોય છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. ગર્ભમાં પણ માતાનો સુખનો વિચાર : એવા અવધિજ્ઞાની તીર્થકર મહાવીરના આત્માએ ગર્ભાવસ્થામાં જોઈ લીધું કે હજી તો મારો જન્મ પણ નથી થયો, હજી તો હું ગર્ભમાં જ છું છતાં મારા માતાપિતા કેટલાં ખુશમાં છે ! એમના હૃદયમાં મારા માટે કેટકેટલો પ્રેમ ઉછળી રહ્યો છે !.. જ્યારે મારો જન્મ થશે ને ૧૯ :

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70