Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ સ્થળે પ્રવચનો ગોઠવાયાં હતાં. રોજ પ્રવચનો થતા અને તે સાંભળવા ઘણા બધા ભાવિકો ઉમટતા. એક દિવસ પ્રવચન પૂરું થયા પછી એક શ્રાવક મારી પાસે આવ્યા અને મને કહે, ‘મારે આપની પાસે અડધો કલાક બેસવું છે, આપ આ ધરતી પર પ્રથમ વખત આવ્યા છો ને મેં આપનો કાર્યક્રમ જોયો તે પ્રમાણે આપ અમેરિકાના ઘણા બધા શહેરોમાં જવાના છો તો આપ દ્વારા સરસ કાર્ય થાય તે માટે અહીંની થોડીક પરિસ્થિતિનો ખ્યાલ મારે આપને આપવો છે.' મેં કહ્યું, ‘મને પણ ગમશે. કારણ કે અમે પહેલી વખત આ દેશમાં આવ્યા છીએ અને અમે ચોક્ક્સ લક્ષ્ય લઈને આવ્યા છીએ કે અહીંની આપણી પ્રજા ધર્મથી વિમુખ ન થઈ જાય, એમનામાં ધર્મના સંસ્કારો વધે તે માટે કંઈક કરવું. આટલા માટે જ અમે આટલું જોખમ વેઠીને આવ્યા છીએ એટલે તમારા તરફથી અમને કોઈ માર્ગદર્શન, કોઈ સૂચન, કંઈક ખ્યાલ મળશે તો તે લેવાનું અમને પણ ગમશે. આપણે ચોક્ક્સ મળીએ. અમે સમય નક્કી કર્યો ને મળ્યા. પેલા શ્રાવક કે જે ત્યાંના એક નામાંકિત ડૉકટર હતા તે મને કહે, ‘મહારાજ સાહેબ, પહેલાં એક વિનંતિ કરૂં. અહીં બીજા બધાને પછીથી ઉપદેશ આપજો, નવી ઊગતી પેઢીને પ્રેરણા આપવાની ચિંતા પણ પછીથી કરજો પણ અહીંનાં માતાપિતાને પ્રેરણા આપવાની કાળજી પહેલી લેજો.' મેં વાતવાતમાં કહ્યું, ‘તમે બધા તો ઈન્ડીયામાંથી સંસ્કાર લઈને આવ્યા છો, પણ અહીં જે બાળકો જન્મ્યાં છે, અહીં જે નવી પેઢી ઉછરી રહી છે, એના સંસ્કારોનું શું ? એ ધર્મથી વંચિત ન થઈ જાય, ૪૪

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70