Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ: એક પરિચય જ્ઞાન, પ્રેમ અને આનંદની મૂર્તિસમાં પૂજય બંધુત્રિપુટી મુનિવરોના અંતરમાંથી વહેતી જ્ઞાનગંગાને.. એમની હૃદયસ્પર્શી મધુરવાણીને પુસ્તકો દ્વારા અને ઓડિયો-વિડિયો કેસેટો દ્વારા ઘરઘરમાં પહોંચાડવાનું કાર્ય “પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ' દ્વારા છેલ્લા પંદર વર્ષથી થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં પૂજય બંધુત્રિપુટી મુનિવરોના પ્રેરણાદાયી પ્રવચનોની ૨૫૦ થી પણ વધુ ઓડિયો કેસેટો અને લગભગ ૧૦૦ થી પણ વધુ વિડિયો કેસેટો આ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થઈ ચૂકી છે. આજના યુગમાં ભારતીય સંસ્કૃતિના મંગલમય તત્ત્વોને તથા માનવમાત્ર માટે ઉપયોગી એવી પ્રભુ મહાવીરની વાણીને અમે દેશવિદેશમાં ગુંજતી કરી શક્યા છીએ તેનું અમને ગૌરવ છે. જ્ઞાનપ્રસારનું આ કાર્ય હજી વધુ સારી રીતે અને વ્યાપક રીતે કરવાની અમારી ઝંખના છે. પ્રેરણા પ્રકાશનનું મુખ્ય કાર્યાલય તીથલ મુકામે શાંતિનિકેતન સાધનાકેન્દ્રમાં આવેલું છે. પૂજ્ય બંધુ ત્રિપુટી મુનિવરોની ઓડિયોવિડિયો કેસેટો તથા પુસ્તકો વિગેરે સઘળું સાહિત્ય નીચેના સરનામેથી મળી શકે છે. જિજ્ઞાસુઓએ સંપર્ક કરવા વિનંતિ છે. પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ, શાંતિનિકેતન સાધનાકેન્દ્ર મુ. તીથલ - ૩૯૬ ૦૦૬. જિ. વલસાડ (દ.ગુજરાત) ફોનઃ (૦૨૬૩૨) ૪૮૦૭૪ ફેક્સઃ (૦૨૬૩૨) ૪૭૯૭૪

Loading...

Page Navigation
1 ... 67 68 69 70