________________
નહિ કરી શકો - જો તમે પાયાના સંસ્કારો આપવાની જવાબદારી અદા નહિ કરી હોય તો.
જુઓ તો ખરા, જૈનકુળમાં જન્મેલી અને ધાર્મિક માતાપિતાને ત્યાં ઉછરેલી દીકરીને એ પણ ખબર નથી કે આપણા ભગવાન કોણ ? આજે પણ એવા કેટલાક પરિવારો હશે કે જેમાં ઉછરેલ બાળકોને કદાચ જૈનધર્મ વિશે કે ભગવાન મહાવીર વિશે કાંઈજ ખ્યાલ નહિ હોય ! કદાચ નવકાર મંત્ર પણ નહીં આવડતો હોય ! પણ આને માટે જવાબદાર કોણ ?
પેલી છોકરી પિતાને પૂછે છે કે ‘હુ ઈઝ અવર ગોડ ?' ‘આપણા ભગવાન કોણ ?' ત્યારે પેલા ડૉકટર કહે છે, ‘બેટા, તને ખબર નથી ? મહાવીર સ્વામી આપણા ભગવાન છે. ચાલો બેટા, આપણે આપણા ભગવાનની આરતી કરવાની છે.'
ત્યારે પેલી છોકરી ધડ દઈને એના પિતાને કહી દે છે કે ડેડી, મહાવીર સ્વામી ઈઝ નોટ અવર ગોડ, બટ યોર ગોડ, મહાવીર સ્વામી ‘આપણા’ નહિ તમારા ભગવાન છે.'
પેલા ડૉકટર મને કહે છે, ‘મહારાજ સાહેબ, મેં એને તરત જ પૂછ્યું કે, ‘હુ ઈઝ યોર ગોડ ? તો પછી તારા ભગવાન કોણ છે?’ ત્યારે મારી દીકરી મને કહે છે, ‘માય ગોડ ઈઝ જીસસ ક્રાઈસ્ટ, નોટ મહાવીરા !' ડૉકટર મને કહે, ‘મહારાજ સાહેબ, કાપો તો લોહી ન નીકળે એવી હાલત અમારી હતી. આટઆટલા ઉમળકાથી પ્રસંગ ઉજવવાની તૈયારી કરી હોય, એકેએક મિત્રો ને સ્વજનો આવી ચૂકયાં હોય ને એ બધાની વચ્ચે જ અઠ્ઠાઈ કરનાર માની પેટની જણેલી દીકરી એમ કહે કે, ‘મહાવીર મારા ભગવાન નથી' તો મહારાજ ૫૦.