Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ જ રચ્યા-પચ્યાં હતાં... ને એક દિવસ અમારી આંખ ઉઘાડનારો બનાવ બની ગયો. આ હું સને '૮૯ની વાત કરી રહ્યો છું, એ વખતે ડૉકટરે મને કહ્યું, “સાહેબ, આજથી ત્રણ વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું. પર્યુષણ પર્વ આવ્યાં. મારી પત્નીને અઠ્ઠાઈની તપસ્યા કરવાનું મન થયું અને તેમણે આઠ દિવસના ઉપવાસ કર્યા. અહીં તો ભારત જેવું કોઈ વાતાવરણ ના મળે. ન અમારે ત્યાં દેરાસર, ન અમારે ત્યાં ઉપાશ્રય, ન કોઈ મહારાજ સાહેબના સંજોગો, ન કોઈ વ્યાખ્યાનવાણીના લાભ, ન કોઈ બીજી ધર્મપ્રવૃત્તિઓ, એટલે બીજું તો શું કરીએ.” મારી પત્નીએ અઠ્ઠાઈના ઉપવાસ તો કર્યા, પણ ટાઈમ કયાં પસાર કરવો ? હું મારી હોસ્પિટલે ચાલ્યો જાઉં ને મારી પત્ની અમારા બંગલાની અંદર એના રૂમમાં ભગવાનની પૂજા જેવું રાખેલું એમાં ભગવાન મહાવીરની મૂર્તિ પાસે બેસીને એ સામાયિક કર્યા કરે, માળા ગણે, ધાર્મિક પુસ્તકનું વાંચન કરે, ને એમ કરીને આખો દિવસ વિતાવે. પછી સાંજના હું ઘેર આવું એટલે અમે બે ભેગા થઈને ભગવાનની આરતી કરીએ.” “આ રીતે એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા હતા, જોતજોતામાં આઠ દિવસ પસાર થઈ ગયા. મારી પત્નીએ કેનેડા જેવા દેશમાં આવીને જીંદગીમાં પહેલીવાર અઠ્ઠાઈ કરી હોય એટલે સ્વાભાવિક હતું કે પારણાને પ્રસંગને ઉમંગભેર ઉજવવાની મને હોંશ જાગે. અહીં સગાવહાલાં કે બીજું કોઈ હોય નહિ, પણ મારા ઘણા મિત્રો હતા. થોડા ઘણાં દૂરના સ્વજનો હતાં. એમાંનાં કેટલાંક અમેરિકા રહેનારાં

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70