Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ છે, તો બીજી બાજુ મારા અંતરમાં ઉછાળા મારતો વૈરાગ્ય છે, આ બંનેમાંથી એકેયની ઉપેક્ષા થઈ શકે એમ નથી ત્યારે મારે શું કરવું ?' “મને લાગે છે કે મારો આ ઉછળતો વૈરાગ્ય બેકાબુ બની જશે અને હું કદાચ સંસારત્યાગનું ઉતાવળિયું પગલું ભરી બેસીશ તો? મારા પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવતાં માતાપિતા મારા એ વિયોગને ન સહી શકે ને કદાચ એમના મૃત્યુની દુર્ઘટના થઈ જાય તો ?” મારે તો સંસારના જીવોને માતાપિતા પ્રત્યે વિનય અને વિવેક રાખવાની વાતો કરવી છે. ઉપકારી માતાપિતાનું લાગણીશીલ હૃદય કયારેય પણ ન દુભાય એની કાળજી રાખીને જીવન જીવવાનો સહુને ઉપદેશ આપવાનો છે. એનાથી ઊંધું જ વર્તન જો મારાથી થઈ જશે તો હું દુનિયાને કયા મોઢે કહીશ કે માબાપનો વિનય કરો, માબાપની સેવા કરો ? દુનિયાને આવો સંદેશ હું કયા મોઢે આપી શકીશ ?' ના... ના... આ તો ખોટું થઈ જશે. મારા વૈરાગ્યને અત્યારથી જ મારે નાથવો જોઈએ.' ...ને આમ વિચારીને વર્ધમાનકુમારે ગર્ભમાં જ સંકલ્પ કર્યો, ટેક લઈ લીધી કે જ્યાં સુધી માતાપિતા જીવંત હશે ત્યાં સુધી એમને દુઃખ થાય એવું કોઈ વર્તન નહિ કરું, ત્યાં સુધી મારા સંસારત્યાગના વિચારને પણ મોકુફ રાખીશ. ત્યાં સુધી હું સાધુપણાની દીક્ષા નહિ લઉં.” શાસ્ત્રોના પાને નોંધાયેલી અને જૈનસમાજમાં બહુ જ જાણીતી આ ઘટના છે પણ આ ઘટના આપણને ઘણુંબધું કહી જાય છે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70