Book Title: Pravachana Navneet 2 Author(s): Kanjiswami Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] કર્યો છે. છતાં તેમાં કોઈ ત્રુટિ જણાય તો સુજ્ઞજનોને તે તરફ અમારું ધ્યાન ખેંચવા નમ્ર વિનંતી છે. જેથી દ્વિતીય આવૃત્તિમાં અને બાકીના ભાગો તૈયાર કરવામાં તે અમને સહાયરૂપ થાય. આ પ્રવચનાવૃત્તિ “શ્રી નિમયસાર' પરમાગમના મૂળ સૂત્ર-પ્રણેતા શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ; ટીકાકાર મહામુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ; ઉદ્ધત શ્લોક-વિરચિયતા શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્ય અને શ્રી પાનંદીઆચાર્યદેવ આદિની રચનાઓ ઉપર પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યા એવા એ સર્વ ભગવંતોને; તેમજ પ્રવચન દરમ્યાન જે મહાત્માઓનાં વચનોને ઉદ્ધત કર્યા એવા મહાસમર્થ શ્રી વીરસેનસ્વામી, શ્રી સમતભદ્રસ્વામી, શ્રી પૂજ્યપાદસ્વામી, શ્રી કાર્તિકેયસ્વામી, શ્રી યોગીન્દુદેવસ્વામી અને જયસેનસ્વામી આદિ આચાર્યભગવંતોને; તથા સ્વાનુભવવિભૂષિત સર્વ શ્રી બહેનશ્રી ચંપાબેન, નિહાલચંદ્રજી સોગાની, પં. બનારસીદાસજી, શ્રીમદ્ રાજચંદ્રજી, ૫. રાજમલ્લજી, ૫. જયચંદજી, આચાર્યકલ્પ ૫. ટોડરમલ્લજી આદિ સર્વ સંપૂજ્ય મહાત્માઓને ઉપકૃતહૃદયથી કોટિકોટિ વંદન કરીએ છીએ. વળી, જેમની ૮૧મી જન્મજંયતી પ્રસંગે આ ગ્રંથ પ્રકાશન કરવાનું મહાભાગ્ય સાંપડ્યું તેવાં પ્રશમમૂર્તિ સ્વાનુભવવિભૂષિત ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન જેઓએ આત્મસાધના સહિત પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિ તેમના સમગ્ર જીવન દરમ્યાન અખંડિત રાખી સમાજ સમક્ષ એક મહાન આદર્શરૂપ રહ્યાં. તેઓશ્રીને પણ ઉપકારવશ શતશત વંદન કરીએ છીએ. શ્રી દિગંબર જૈન સ્વાધ્યામંદિર ટ્રસ્ટના ટેઈપ વિભાગ તરફથી ટેઈપ ઉતારી સંગ્રહ કરવાનું કાર્ય પણ આ પ્રસંગે મહત્ ઉપયોગી થયું છે તે બદલ તેના સ્થાપક પ્રમુખ સ્વ. શ્રી નવનીતભાઈ જવેરી તથા ટેઈપ વિભાગના કાર્યકરોના પણ અત્યંત આભારી છીએ. ઉક્ત સંકલન માટે ટેઈપ ઉપરથી અક્ષરશઃ ઉતારી તેને ગુજરાતી ભાષાંતર કરી આપવા બદલ શ્રીમતી સરોજબહેન અરવિંદભાઈ ગાંધી; તેની ચકાસણી કરવા બદલ શ્રી કિરીટભાઈ ચુનિલાલ શાહ તથા તેને સંકલન કરવા બદલ શ્રી ચિરંજીલાલ જૈન, તથા સંકલિત મેટરને પ્રથમવાર તપાસવાનું કાર્ય કરવા બદલ માનનીય શ્રી પ્રાણભાઈ પી. કામદાર; અને તેને અંતિમરૂપ આપવા બદલ માનનીય શ્રી શશીભાઈ મ. શેઠ પ્રત્યે ટ્રસ્ટ અત્યંત આભારી છે. આ પ્રવચનનું પ્રકાશન કરવા માટે જે જે મુમુક્ષુઓ તરફથી આર્થિક સહ્યોગ પ્રાપ્ત થયેલ છે તેઓની નામાવલિ સાભાર અન્યત્ર પ્રકાશિત કરવામાં આવી છે. ગ્રંથમુદ્રણનું સુંદર કાર્ય કરી આપવા બદલ શારદા મુદ્રણાલય તથા ભગવતી મુદ્રણાલયનો પણ આભાર માનીએ છીએ. તદુપરાંત આ સંકલન પ્રકાશિત કરવાના કાર્યમાં સહભાગી થનાર બાકીના સર્વના પણ અમે આભારી છીએ. ટૂંકમાં જે કોઈ સુંદર છે તે સઘળુંય પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રતાપે છે. તેમને ફરી નિમ્ન પંક્તિઓથી વંદન કરી અત્ર વિરમીએ છીએ. “સતત દષ્ટિધારા બરસાતે ચૈતન્યક પ્રદેશ-પ્રદેશ સહજ મહા દીપોત્સવકી ક્ષણેક્ષણે વૃદ્ધિ કરતે શ્રી ગુરુદેવકો અત્યંત ભક્તિભાવે નમસ્કાર!” ( –પૂ. શ્રી સોગાનીજી) સપુરુષોનો પ્રત્યક્ષ યોગ જયવંત વર્તા! -ત્રિકાળ જયવંત વર્તા! ભાવનગર, તા. ૨૩-૮-૧૯૯૪ ટ્રસ્ટીગણ (પ્રશમમૂર્તિ પૂ. બહેનશ્રી ચંપાબેનની શ્રી વીતરાગ સત સાહિત્યપ્રસારક ટ્રસ્ટ ૮૧મી જન્મજયંતી) Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 320