Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય પ્રત્યક્ષ પરમોપકારી, મુમુક્ષુઓના તારણહાર, નિષ્કારણ કરુણામુર્તિ, સ્વાનુભવવિભૂષિત, અધ્યાત્મયુગસ્રષ્ટા, અધ્યાત્મસંત પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં, અધ્યાત્મના પરમરહસ્ય ઉપર પ્રકાશ પાડતા, વિશિષ્ટ પ્રવચનોના સંકલનના ભાગરૂપે “પ્રવચન નવનીત' ભાગ-૨ પ્રકાશિત કરતાં અમો અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. સદ્ધર્મતીર્થના સ્તંભરૂપ ભગવત કુંદકુંદાદિ આચાર્યો-મુનિભગવંતો તેમ જ અન્ય સત્પરષોના હૃદયમાં પેસી જઈને આપણા પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમના ગંભીર આશય/હાર્દને યથાર્થપણે પ્રકાશિત કરી અનુપમ ઉપકાર કર્યો છે. તે પ્રત્યે અહોભાવરૂપ ઉપકૃતમુમુક્ષુહૃદયચિતાર નિમ્ન પંક્તિઓમાં જોતાં મળે છે: “શ્રત તણા અવતાર છો, ભારત તણા ભગવંત છો; અધ્યાત્મમૂર્તિ દેવ છો, ને જગત તારણહાર છો.” (-પૂ. બહેનશ્રી). એવા અનહદ ઉપકારી, મહાપ્રતાપી, કરુણાસાગર, યુગપુરુષે ૪૬ વર્ષો સુધી જૈનધર્મના આધ્યાત્મિક સિદ્ધાંતોનું વિવેચન અતિ સ્પષ્ટરૂપે સરળ અને લોકભોગ્ય ભાષા અને શૈલીમાં કરી અપૂર્વ ભવાંતકારી પ્રવચન-ગંગા વહાવી. તેમાં પરમાગમોની કેટલીક ગાથાઓ અને પુરુષનાં વચનો તે મુમુક્ષુઓના કલ્યાણ અર્થે અત્યંત ઉપકારી હોવાથી પૂજ્ય ગુરુદેવશ્રીને ઘણા જ પ્રિય હતાં. તે ઉપર તેઓશ્રીએ ખાસ ૧૪૩ મંગલકારી પ્રવચનો આપ્યાં હતાં. તે મુમુક્ષુજગત માટે આત્માર્થ પુષ્ટિદાયક માખણરૂપ (નવનીતરૂપ ) સારભૂત વિષયો પ્રકાશિત થાય તેવી નિષ્કારણ કારુણ્યવૃત્તિથી આપેલાં પ્રવચનો જેને આપણે “મહાપ્રવચનો' ની સંજ્ઞાથી બિરાદાવવું સાર્થક ગણાશે. આ પ્રવચનો દરમ્યાન અનેકવાર પ્રમોદથી તેઓશ્રી ફરમાવતા કેઃ “આ વ્યાખ્યાન ઘણાં સૂક્ષ્મ છે! આ બાર અંગનો સાર છે ! ટેઈપ ઉપરથી બધા વ્યાખ્યાન છપાશે.' પરંતુ તેને ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું પુનિત કાર્ય સફળ થયેલું નહીં. પૂ. ગુરુદેવના નિષ્કારણ કરણાભર્યા ઉક્ત વિકલ્પને સાકાર કરવાનો, તેમજ વર્તમાન અને ભાવી મુમુક્ષુજગતને અધ્યાત્મના સારભૂત વિષયોનો અભ્યાસ થવા અર્થે અમૂલ્ય સાધન સુલભ કરવાનો, શુભ સંકલ્પ–વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્ર-ધર્મ-ધર્માત્માઓ પ્રત્યે અનન્ય નિષ્ઠાવાન, સિદ્ધાંતનિષ્ઠ, અધ્યાત્મરસિક શ્રદ્ધય શ્રી શશીકાંત મ. શેઠની પ્રશસ્ત પ્રેરણાથી-શ્રી વીરનિર્વાણોત્સવ-૨૫૧૮ના શુભ દિને શ્રી સોનગઢ તીર્થધામમાં કરવામાં આવ્યો હતો, ત્યારે ઉપસ્થિત શ્રી સદ્ગ-પ્રવચન-પ્રેમી મુમુક્ષુઓએ ઘણા જ હર્ષોલ્લાસપૂર્વક તેને વધાવી લીધો અને તેમાં સહભાગી થવા માટે અનેક પ્રકારે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. પ્રથમ તો ટેઈપ ઉપરથી પ્રવચનો ઉતારવાનું, તેમજ તેને ભાષાંતર કરવાનું કામ ઘણા પરિશ્રમવાળું અને કઠિન હોવા છતાં ભાવનગરનાં મુમુક્ષુભાઈ–બહેનોના ભાવનાપૂર્ણ સહકારથી પાર પડતાં તે પ્રવચનો ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું શક્ય બન્યું છે. સર્વ પ્રથમ પ્રવચનો અક્ષરશ: લખી, તેને ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવે છે. ત્યાર પછી બીજી વ્યક્તિ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. જેના ઉપરથી સંકલન કરતી વખતે પૂ. ગુરુદેવશ્રી જે ક્રમમાં બોલ્યા તે જ ક્રમમાં યથાશક્ય બધી વાક્યરચના રાખવામાં આવી છે. જેથી કોઈ ભાવ ચૂકી ન જવાય. ક્યારેક સાહિત્યમાં સંક્ષેપને ગુણ અને પુનરુક્તિને દોષરૂપ ગણવામાં આવે છે જયારે અધ્યાત્મમાં તો વિસ્તાર અને પુનરુક્તિનું સ્થાન ભાવનામાં રસવૃદ્ધિસ્વરૂપે છે. વળી જ્યાં જ્યાં કોઈ વાક્ય વગેરે અધૂરાં હોય ત્યાં આશય મૂજબ કૌંસમાં (બ્રેકેટમાં) લખવામાં આવ્યું છે. તેમ જ યથોચિત સ્પષ્ટીકરણ માટે પણ કસમાં લખવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી યથાવતું પ્રવાહી લાગે તે રીતે, તેમ જ આપણી સમક્ષ પૂ. ગુરુદેવશ્રી જ બોલતા હોય તેવી રીતે, આ સંકલન કરવાની નીતિ રાખેલ છે. સંકલન થયા બાદ તેને આખરી સ્વરૂપ આપવા માટે બે વિદ્વાનો દ્વારા તપાસવામાં આવે છે અને ત્યારબાદ છાપવા માટે આપવામાં આવે છે. આ બધું કાર્ય માનનીય શ્રી શશીભાઈ શેઠના નિર્દેશનમાં કરવામાં આવ્યું છે. ટૂંકમાં ગુરુદેવશ્રીની બોલાયેલી વાણી તેના મૂળ સ્વરૂપમાં જાળવવા માટે શક્ય પ્રયત્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 320