Book Title: Padarth Prakash 25 Mandal Prakaranam
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ લવણ સમુદ્રની પાણીની શીખામાંથી પસાર થતા સૂર્ય-ચંદ્રાદિના >> વિમાનોને છોડીને બાકીના તમામ દ્વીપ-સમુદ્રના સૂર્ય-ચંદ્રાદિના વિમાનો સામાન્ય) સ્ફટિકમય છે. જ્યારે લવણ સમુદ્રમાં રહેલા વિમાનો ઉદક સ્ફટિકમણીથી બનેલા એટલે પાણીને ફાડીને આગળ જવાના સ્વભાવવાળા છે. કારણ કે લવણસમુદ્રના બન્ને કિનારા એટલે બૂદીપ તથા ધાતકીખંડથી લવણસમુદ્રના મધ્યભાગ તરફ જતા બન્ને બાજુ સમભૂતલાનું (સ્તર) લેવલ ઘટતું જાય છે. અને પાણીનું સ્તર લેવલ વધતું જાય છે. આકૃતિ : 4 લવણમાં રહેલી પાણીની 17000 યો. ઊંચી દિવાલ જંબૂદ્વીપ ધાતકી જગતી પાણીની| દિવાલ 17,000 ચો. ખંડ જગતી સમભૂતલા - 95000 યો. T સમભૂતલા - 95000 યો. 10,000 યો. વચ્ચેના 10,000 યો. ના લંબાઇ-પહોળાઇ ધરાવનારા ભાગમાં પાણીની 16000 યો. + 1000 યો. અંદર = 17000 યોની દિવાલ છે. તેને લવણશિખા કહેવાય છે, શિખાની ઉપર અહોરાત્રમાં બે વાર પાતાલ કલશના વાયુના ક્ષોભ-ઉપશમથી કંઇક ન્યૂન 2 ગાઉ સુધી પાણી વધે છે અને ઘટે છે. આ શિખાની અંદર ફરતા સૂર્યાદિના વિમાનો ઉદકસ્ફટિક મણિથી બનેલા છે તેથી તે જેમ-જેમ આગળ વધે તેમ તેમ પાણી ફાટતું જાય, રસ્તો મળતો જાય, પાછળ પાણી પાછું ભેગું થઇ જાય. વળી તે વિમાનો તથાસ્વભાવથી ઊર્ધ્વ પ્રકાશ કરનારા છે, બાકીના તમામ જ્યોતિષના વિમાનો અધો દિશામાં વધુ 5 પ્રકાશને કરનારા છે. તેની વિશેષ માહિતી આગળના દ્વારમાં છે.