Book Title: Padarth Prakash 25 Mandal Prakaranam
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ સમાધાન : Y? 1) અહીંયાદ રહે કે ભરત-એરવતમાં ૧૮મુ દિવસ હોય ત્યારે મહાવિદેહમાં | પણ ૧૮મુ. દિવસ હોય જ અને બધી જગ્યાએ ૧૨મું રાત્રિ હોય માટે સૂર્ય આકૃતિના (3) થી (4) નંબર=૧૨મું અંતરકારે ત્યાં સુધી ભારતમાં રાત હોય આ રીતે બધે સ્વયં જાણી લેવું. જ્યારે ઉત્કૃષ્ટ દિન અને લઘુ રાત્રિ હોય ત્યારે તે બન્નેનો તફાવત કાઢી તેના અડધા જે આવે તેટલો સમય ભરત અને મહાવિદેહ અથવા ઐરાવત અને મહાવિદેહમાં કોમન દિવસ સમજવો. 3) જ્યારે ઉત્કૃષ્ટ રાત્રિ અને લઘુ દિન આવે ત્યારે તે બન્નેનો તફાવત કાઢી તેના અડધા જે આવે તેટલો સમય ભરત અને મહાવિદેહ અથવા એરવત અને મહાવિદેહમાં કોમન રાત સમજવી. દિવસની જેમ જ 3 3 મુહૂર્તની કોમન રાત્રિ હોવાથી સર્વત્ર 18 મુ. રાત્રિ થશે. 4) મધ્યમ દિન અને મધ્યમ રાત્રિમાં પણ તફાવતના અડધો સમય બન્ને ક્ષેત્રમાં કોમન દિન | રાત હોય છે. આમ, જંબૂદ્વીપના અલગ-અલગ ક્ષેત્રની અપેક્ષાએ જંબૂદ્વીપમાંજ એક સાથે અલગ-અલગ પ્રહરની ગોઠવણ થશે, ક્યાંક દિનનો પ્રથમ પ્રહર તો ક્યાંક મધ્યાહ્ન તો ક્યાંક રાત્રિનો ચરમ પ્રહર આમ, દિન-રાતના 8 પ્રહર અલગ-અલગ ક્ષેત્રની અપેક્ષાએ એક સાથે જંબૂદ્વીપમાં સર્જાશે. હજી સૂક્ષ્મ રીતે વિચારતા ભરતમાં પણ અલગ-અલગ પ્રહર એક સાથે સર્જાય તો પણ તર્કગમ્ય છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર માંડલે હોય ત્યારે દિન 18 મુહૂર્ત નો કહ્યો. હવે આની બીજી પદ્ધતિ કહે છે. સૂર્ય અભ્યતર માંડલે હોય તો તે કેટલા ભાગને પ્રકાશે ? 1 સૂર્યને (પ યો. 35/61 અંતરથી યુક્ત) સંપૂર્ણ માંડલું પુરુ કરતા 2 અહોરાત્ર લાગે.