Book Title: Padarth Prakash 25 Mandal Prakaranam
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ સમભૂતલાથી 790 યો. ઉપર જઇએ ત્યાં તારાઓ, 800 યો. ઉપર સૂર્ય, 880 યો. ઉપર ચંદ્ર, 884 યો. ઉપર નક્ષત્ર અને 900 યો. સુધીમાં ગ્રહોના વિમાનો આવેલા છે. તેમાં પણ ૮૮૮યો. ઉપર બુધ ગ્રહ, 891 યો. ઉપર શુક્ર ગ્રહ, 894 યો. ઉપર ગુરુ, 897 યો. ઉપર મંગલ, 900 યો. ઉપર શનિ ગ્રહ આવ્યા છે. સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા સમભૂતલાથી પોતપોતાની નિયત ઉચાઇએ જ ફરે છે, ઉપર-નીચે જતા નથી, આગળ-પાછળ (અંદર-બહાર) જાય છે. આ બાબત વિમાનો માટે જાણવી. વિમાનવાસી દેવા માટે નથી, તેઓ તો નંદીશ્વર દ્વીપ, પ્રભુના સમવસરણ વગેરેમાં પણ જાય છે. અહીં ખાસ યાદ રાખવા યોગ્ય વાત એ છે કે બન્ને બાજુ રહેલા 1 ચંદ્ર અને 1 સૂર્ય મેરુ પર્વતની સૌથી નજીકમાં (44820 યો. થી ૪પ૩૩૦ યો. માં) મંડલાકારે ક્રમશ: ફરે છે તેની આગળના બન્ને બાજુના બીજા 65 ચંદ્ર-સૂર્ય તેજ સૌ પ્રથમના ચંદ્ર-સૂર્યની સમશ્રેણીમાં ક્રમશ: મંડલાકારે ફરે છે. વળી, પ્રથમ ચંદ્ર-સૂર્યના મંડલનું ચાર ક્ષેત્ર-પરિધિ (circumference) પ્રમાણ ઓછું હોય છે અને ત્યાર બાદના ચંદ્ર-સૂર્યના મંડલનું ચાર ક્ષેત્રપરિધિ ક્રમશઃ વધે છે છતાંય બન્ને સમશ્રેણીમાં ચાલે છે કારણ કે જેમ જેમ દૂર જાય તેમ તેમ તેમની ઝડપ વધતી જાય છે. આમ 24 કલાકમાં જંબૂદ્વીપના સૂર્ય-ચંદ્ર જે અંતર કાપે, તેનાથી વધુ અંતર ક્રમશઃ બાકીના સૂર્ય-ચંદ્ર 24 કલાકમાં કાપે છે. આમ કાયમ માટે 66 ચંદ્ર-સૂર્યાદિની પંક્તિઓ ક્રમશઃ વધુ શીધ્ર ગતિ કરતી હોવાથી કાયમ માટે સમશ્રેણીમાં જ મળે છે.