Book Title: Padarth Prakash 25 Mandal Prakaranam
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ અર્ધ મંડલની વ્યાખ્યા કરતા લોકપ્રકાશમાં જણાવ્યું છે. इत्थं ताभ्यां प्रविशद्भ्यां व्याप्तं यत्प्रथमक्षणे / क्षेत्रं व्यपेक्षया तस्य कल्प्यमान्तरमंडलम् / सर्ग-२० / / 278 / / મતલબ, ઉતરાયણ કે દક્ષિણાયનના કોઈ પણ મંડલમાં પ્રવેશતા કે નીકળતા સૂર્ય કે ચંદ્ર પ્રથમ ક્ષણે જે ક્ષેત્રને વ્યાપીને રહે તેની અપેક્ષાએ (તે મુજબ જ તે આગળ વધશે તેમ કલ્પીને) તે-તે અર્ધ મંડલની કલ્પના કરવી. ઉપરોક્ત ત્રણેય આકૃતિ ત્રિકોણની છે. છતાંય તેમાં ઘણો ફરક પ્રથમ નજરે જ જણાય છે, પણ સૂક્ષ્મ નજરથી જોતા ત્રણેય ત્રિકોણમાં ફરકનું કારણ શોધતા જણાશે કે ત્રિકોણના પ્રથમ બિંદુ પછીના 2 જા બિંદુઓના સ્થાનમાં જ ફરક હોવાથી અને તે મુજબ આગળના બિંદુઓની ગોઠવણ હોવાથી આકૃતિમાં આટલો મોટો ભેદ પડે છે, તેવી જ રીતે સૂર્ય-ચંદ્ર પણ વર્તુળાકારે ન ફરતા પ્રથમ ક્ષણથી જ વર્તુળથી કંઇક અધિક કે ન્યૂન ક્ષેત્રમાં ફરે છે તે પ્રથમ ક્ષણે જે ક્ષેત્રને વ્યાપ્ત કર્યું તેની અપેક્ષાએ આગળના પણ ક્ષેત્રનું અનુમાન કરી રચાતા ગતિપથને અર્ધમંડલ તરીકે જાણવું... પ્રથમ ક્ષણે બે સૂર્ય જે ક્ષેત્રને વ્યાપીને રહ્યા હોય = જે ક્ષેત્ર પર રહ્યા હોય તે ક્ષેત્રની અપેક્ષાએ મંડલની કલ્પના કરાય છે, એટલે કે તે બન્ને ક્ષેત્રો (points) જે સમવર્તુળ પર આવે તે સમવર્તુળની મંડલ તરીકે કલ્પના કરાય છે. હવે બન્ને સૂર્ય મેરૂની એક બાજુ 91 અને મેરૂની બીજી બાજુ 92 અર્ધ મંડળોની રચના કરે. એટલે કે મેરૂની જે બાજુથી દક્ષિણાયનની શરૂઆત કરી હોય તેજ બાજુ દક્ષિણાયનની પૂર્ણાહૂતિ થાય. ઉદા. રજો સૂર્ય :- મેરૂની દક્ષિણેથી (ભરત બાજુ) દક્ષિણાયનની શરૂઆત. રજો સૂર્ય :- મેરૂની દક્ષિણે (ભરત બાજુ) દક્ષિણાયનની પૂર્ણાહૂતિ. રજો સૂર્ય :- મેરૂની ઉત્તરથી (એરવત બાજુ) ઉત્તરાયણની શરૂઆત. રજો સૂર્ય - મેરૂની ઉત્તરે (એરવત બાજુ) ઉત્તરાયણની પૂર્ણાહૂતિ. આમ, રજા સૂર્યના દક્ષિણાયન વખતે ભરત બાજુ 1,3,5,7...181, 183 = 92 અર્ધમંડળ આવે.