Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 19
________________ હ ૬૮. ઉ. ૬૯. ઉ. ૭૦. ૯. ૭૧. ઉ. ૭૨. ઉ ૭૩. ઉ. પહેલો પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તારૂપ ભાંગો ૧ થી ૧૦ ગુણ સ્થાનક સુધી હોય છે કારણકે પાંચે પ્રકૃતિનો બંધ દશમા ગુણસ્થાનક સુધી સતત હોય છે. જ્ઞાનાવરણીયનો બીજો ભાંગો કેટલા ગુણસ્થાનકમાં હોય ? શાથી ? બીજો અબંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા રૂપ ભાંગો અગ્યાર તથા બારમા એમ બે ગુણ સ્થાનકમાં હોય છે. બંધમાં પ્રકૃતિનો વિચ્છેદ થવાથી અબંધક બને છે છતાં તે પાંચે પ્રકૃતિનો ઉદય સત્તા બારમા સુધી હોય છે. જ્ઞાનાવરણીયના તેરમા ચૌદમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? શાથી? એક પણ ન હોય, બંધ, ઉદય, સત્તામાંથી સધળી પ્રકૃતિનો બારમાના અંતે વિચ્છેદ થાય ત્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે તેથી ન હોય. અંતરાય કર્મને વિષે બંધાદિ સંવેધ ભાંગાનુંવર્ણન. અંતરાયકર્મના બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન કેટલા હોય ? કયા? અંતરાયનું એક પાંચ પ્રકૃતિનું બંધસ્થાન. અંતરાયનું એક પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન અને એક પાંચ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. અંતરાયકર્મનાં બંધ-ઉદય-સત્તાસ્થાન કેટલા જીવ ભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? કયા ? ચૌદે જીવ ભેદમાં બંધ-ઉદય-સત્તાસ્થાન હોય છે તથા બંધસ્થાન ૧ થી ૧૦ ગુણ સ્થાનકમાં હોય. ઉદયસ્થાન ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય. સત્તાસ્થાન ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય છે. અંતરાય કર્મના સંવેધ ભાંગા કેટલા થાય ? કયા ? બે સંવેધ ભાંગા પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા ૨. અબંધ પાંચનો ઉદય અને પાંચની સત્તા રૂપ હોય છે. એકથી તે જીવ ભેદમાં અંતરાયના સંવેધ ભાંગા કેટલા હોય ? કયા? એક સંવેધ ભાંગો. પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા. ૧૮

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98