Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 28
________________ ૧૨૦. નવમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? કયા ? હ ચાર ભાંગા ૧-૪,૪,૯. ૨-૪,૫,૯. ૩-૪,૪,૬. ૪-૪,૫,૬. હોય ૧૨૧. દશમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? કયા ? ઉ ચાર ભાંગા ૧-૪,૪,૯. ૨-૪,૫,૯. ૩-૪,૪,૬. અને ૪-૪,૫,૬. હોય. ઉ ૧૨૨. અગ્યારમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? બે ભાંગા ૧-૦,૪,૯ ૨-૦,૫,૯ હોય. ૧૨૩. બારમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? કયા ? ત્રણ ભાંગા ૧-૦,૪,૬.૨-૦,૫,૬ અને ૦,૪,૪ હોય છે. ગોમિ સત્ત ભંગા અય ભંગા હવતિ વેણિએ । પણ નવ નવ પણ ભંગા આઊ ચઊકકે વિ કમસો ઉ ॥૧૧॥ ભાવાર્થ : ગોત્ર કર્મના સંવેધ ભાંગા સાત, વેદનીય કર્મના સંવેધ ભાંગા-આઠ આયુષ્ય કર્મના સંવેધ ભાંગા અનુક્રમે નારકીનાં પાંચ, તિર્યંચના નવ, મનુષ્યના નવ, અને દેવતાના પાંચ હોય છે.૧૧ ૧૨૪. ગોત્રકર્મનાં બંધસ્થાન કેટલા હોય । કયા ? શાથી ? હું . ગોત્ર કર્મનું એક પ્રકૃતિ રૂપ એક બંધસ્થાન હોય છે. બન્ને પ્રકૃતિ પરાવર્તમાન હોવાથી એક સમયે એક પ્રકૃતિનો બંધ થાય છે. નીચ ગોત્ર બંધાય ત્યારે ઉચ્ચ ગોત્ર ન બંધાય. ઉચ્ચ ગોત્ર બંધાય ત્યારે નીચ ગોત્ર બંધાતુ નથી. માટે એકનું બંધસ્થાન ગણાય છે. ૧૨૫. નીચગોત્રનો બંધ કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય ? હ ચૌદે ચૌદ જીવ ભેદમાં બંધાય તથા પહેલા બીજા ગુણસ્થાનકે બંધાય છે. ૧૨૯૬. ઉચ્ચગોત્રનો બંધ કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં બંધાય ? ચૌદે ચૌદ જીવ ભેદમાં બંધાય તથા ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં બંધાય હ છે. ૨૭

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98