________________
ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ક્ષાયિક, સન્ની, અણાહારી,
ભવ્ય = ૧૦. ૨૭૬. સાત સંવેધ ભાંગા હોય એવી માર્ગણાઓ કેટલી હોય? ઉ છ માર્ગણા-મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય,
ક્ષાયિકસમકિત, સન્ની. ૨૭૭. પહેલા છ સંવેધ ભાંગા હોય તેવી માર્ગણાઓ કેટલી? ઉ પાંચ, ૩-યોગ, શુકલલેશ્યા, આહારી. ૨૭૮. પહેલા પાંચ સંવેધ ભાંગા હોય તેવી માર્ગણાઓ કેટલી? ઉ સાતમાર્ગણા, ૪-જ્ઞાન અને ૩-દર્શન. ર૭૯. છેલ્લા ચાર ભાગા હોય એવી માર્ગણાઓ કેટલી? ઉ એક યથાખ્યાત સંયમ. ૨૮૦. પહેલા ત્રણસંવેધ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ એક લોભકષાય. ૨૮૧. બે ત્રણ ચાર આત્રણ સંવેધભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? ઉ એક ઉપશમસમકત. ૨૮૨. બે છ સાત આ ત્રણ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ એક અણાહારી. ૨૮૩. પહેલા બે સંવેધ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ ૩૬ માર્ગણા-નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ,એકજિયાદિ ૪-જાતિ,
પૃથ્વીકાયાદિ ૫-કાય, ૩-વેદ, ક્રોધ-માન-માયા, ૩-અજ્ઞાન સામાયિકછેદોપસ્થાપનીય, પરિહાર વિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, પહેલી
પાંચલેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, અસન્ની. ૨૮૪. છેલ્લા બે ભાંગા કેટલી માર્ગણાઓમાં હોય? કઈ? ઉ બે માર્ગણા. કેવલજ્ઞાન, કેવલદર્શન. ૨૮૫. બીજો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ એક મિશ્રસમકત. ૨૮૬. ત્રીજો એક જ ભાંગો હોય એવી માર્ગણાઓ કેટલી?
૫૧