Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ મૂળિયાં ઊંડાં જશે, તો ઊખડશે નહીં! આ યુવાન સામાન્ય ઘરમાં રહેતો હતો. એનાં કપડાં પણ ફાટેલાં હતાં. ધનવાને એને પૂછ્યું, “આખું ગામ મારાં ગુણગાન કરવા આવી ગયું. સહુને મારા વારસ બનવાની ભારે તાલાવેલી છે. એક તું જ એવો છે કે મને મળવા આવ્યો નથી. શું તને ધનસંપત્તિની ઇચ્છા નથી ?" યુવાને મસ્તીથી કહ્યું, “ક્ષમા કરજો મહાશય, તમારી પ્રશસ્તિ કરીને મારે ધનસંપત્તિ મેળવવી નથી. જો એવી ઇચ્છા થાય તો હું ઈશ્વરની પાસે જ માગીશ. એ અક્ષય સંપત્તિનો સ્વામી છે. આજે એ ઈશ્વર મને મારી આજીવિકા પૂરતું આપે છે અને તે મારે માટે પર્યાપ્ત છે. એને માટે મારે કોઈની ખુશામત કરવાની શી જરૂર ?” યુવાનની વાતથી ધનિક પ્રભાવિત થયો અને બોલ્યો, “આખા શહેરમાં તું જ એક એવી વ્યક્તિ છે કે જેના દિલમાં સહેજે લાલચ નથી. હું એવી જ વ્યક્તિની શોધમાં હતો અને તું મળી ગયો. મારી સઘળી ધનસંપત્તિનો તું છે સાચે વારસ.” વિશાળ સામ્રાજ્ય અને અઢળક ધનવૈભવ હોવા છતાં રાજાના દુ:ખનો કોઈ પાર નહોતો. એને રાતદિવસ એક જ ચિંતા કોરી ખાતી કે એમનો એકનો એક પુત્ર ખોટા વ્યસનોમાં ઘેરાઈ ગયો છે અને જો એ રાજા બનશે, તો પ્રજાનું શું થશે? રાજાએ રાજકુમારને વારંવાર સમજાવ્યો, પણ પરિણામ શું આવ્યું નહીં. આથી પરેશાન થયેલા રાજા પોતાના ગુરુ પાસે ગયા અને કહ્યું, “ગુરુદેવ, જીવનમાં સઘળું સુખ છે, પણ આ વ્યસની રાજ કુમારની ચિંતા એક પળ પણ શાંતિથી જંપવા દેતી નથી.” થોડો વિચાર કર્યા પછી ગુરુએ કહ્યું, “ખેર ! તો એને મારી પાસે મોકલી આપો.” રાજાએ રાજ કુમારને ગુરુ પાસે મોકલી આપ્યો. ગુરુએ એનું ભાવભર્યું સ્વાગત કર્યું અને એને સાથે લઈને ઉદ્યાનમાં લટાર મારવા નીકળ્યા. આ ઉદ્યાનમાં અનેક પ્રકારનાં વૃક્ષો હતાં. કેટલાય જુદાજુદા છોડ હતા. એમાં એક છોડ એક ફૂટ ઊંચો, બીજો ત્રણ ફૂટ ઊંચો, ત્રીજો છ ફૂટ ઊંચો અને ચોથો બાર ફૂટ ઊંચો હતો. ગુરુએ રાજ કુમારને કહ્યું, “આ પહેલો છોડ ઉખાડીને ફેંકી દે.” રાજ કુમારે તરત જ પહેલો છોડ ખેંચીને ઉખાડી નાખ્યો. પછી ગુરુએ બીજો છોડ બતાવતાં કહ્યું કે હવે આને પણ જમીનમાંથી ઉખાડી નાખ. રાજ કુમારે સહેજ જોર લગાવીને એ છોડ ઉખાડી નાખ્યો. એ પછી ગુરુ એને ત્રીજા છોડ પાસે લઈ ! | 8 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો 9 ]

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82