Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ ૪પ દાંતની વચ્ચે જીભની જેમ રહેજો! પણછે કહ્યું, “પરિવારમાં સહુ સરખા હોય અને સાથે મળીને કામ કરે. પણ આ તીર તો તોરમાં લાગે છે.” ધનુષ્ય પણછને કહે, ‘એનો ગર્વ તો નષ્ટ કરવો પડશે. તું એક કામ કર. ધનુર્ધર બાણ મારવા આવે ત્યારે તું સાવ ઢીલી રહેજે .” એવામાં ધનુર્ધર આવ્યો. એણે ધનુષ્યની પણછ ખેંચીને તીરથી લક્ષ્યવેધ કરવાનો પ્રારંભ કર્યો, પરંતુ પણછ ઢીલી હોવાથી આકાશમાં દૂર દૂર સુધી ઊડવાનું કે લક્ષ્યવેધ કરવાનું તો દૂર રહ્યું. તીર નજીકમાં જ જમીન પર અથડાઈને પડ્યું. ધનુષ્ય કહ્યું, ‘અરે મિત્ર તીર, જરા સંભાળો. તમે લક્ષ્યવેધ તો ચૂકી ગયા, પણ આકાશે ઉડ્ડયન પણ ન થયું.' તીરને પોતાની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવ્યો. એણે | ધનુષ્ય અને પણછની ક્ષમા માગી ને બોલ્યું, ‘તમે મારા અહંકારને અળગો કર્યો છે. મને સમજાઈ ગયું છે કે હવે આકાશમાં દૂરદૂર સુધી ઊડવાનું, સડસડાટ સીધી ગતિ કરવાનું અને આબાદ લક્ષ્યવેધ કરવાનું બધું જ તમારા પર આધારિત છે, મારો લક્ષ્યવેધ એ તમારા પર નિર્ભર છે. ખરે જ, તમે બંને મારા કરતાં ઘણાં સમર્થ છો.' ધનુષ્ય કહ્યું, ‘ભાઈ, આપણામાંથી કોઈ વધુ શક્તિશાળી નથી કે નથી અતિ નિર્બળ. આપણે બધાં સમાન છીએ. સહયોગી છીએ. એકબીજાના આધારે અને પરસ્પરના બળથી સફળ થનારાં છીએ.' ચીનના ધર્મસ્થાપક અને તત્ત્વવેત્તા કન્ફયૂશિયસે પંદર વર્ષના એકાંતવાસ બાદ તેર વર્ષ ચીનમાં સતત પરિભ્રમણ કર્યું. એમણે જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે લોકોને પ્રેમ, કર્તવ્ય, સહિષ્ણુતા, દાન અને ક્ષમા જેવા ગુણો અપનાવવા કહ્યું. માનવતાવાદના પુરસ્કર્તા કફ્યુશિયસે જનસમૂહને નીતિવાન, ગુણવાન અને ચારિત્ર્યશીલ બનવાનો ઉપદેશ આપ્યો. આ ધર્મપ્રચાર અર્થે દૂર દેશાવર રહેલા એમના શિષ્યો કફ્યુશિયસ પાસે આવ્યા અને એમણે જ્ઞાની ગુરુને માર્ગદર્શન આપવા વિનંતી કરી. કફ્યુશિયસે એટલું જ કહ્યું, “જે દેશમાં જાવ ત્યાં બત્રીસ દાંત વચ્ચે જીભ રહે છે એવી રીતે રહેજો.” - શિષ્યોને ગુરુદેવના આ ઉપદેશનો મર્મ સમજાયો નહીં એટલે એમણે વધુ સ્પષ્ટતા કરવા વિનંતી કરી. સંત કફ્યુશિયસે કહ્યું, “વત્સ, તમે દેશ-દેશાવર જાવ છો. ત્યારે એ યાદ રાખજો કે તમને અહીં દાંત જેવો નિષ્ફર સમાજ મળે છે, તેવો જ ત્યાં મળવાનો છે. આ સમયે કઠણ બત્રીસ દાંત વચ્ચે જીભ જેવી કોમળતાથી તમે વર્તજો.” શિષ્યોએ કહ્યું, “ગુરુદેવ, એટલે શું ?” આનો અર્થ સમજવા માટે મારા પ્રશ્નોના ઉત્તર આપો. બાળક જન્મે છે ત્યારે દાંત અને જીભ એ બેમાંથી પહેલું કોણ આવે છે ?” શિષ્યોએ કહ્યું, “ગુરુદેવ, બાળક જીભ સાથે જન્મે છે, દાંત તો એ પછી આવે છે.” 94 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 95

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82