________________
દિવસ વધુ સારો પસાર થાય છે !
ફરી એક વાર એ ગુરુકુળમાં ગયો અને ગુરુને મળ્યો. સાથે વિનમ્રતાથી કહ્યું, “ગુરુદેવ, આપે આપેલા દર્પણથી મેં સહુના મનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો અને મને બધામાં પારાવાર દુવૃત્તિઓ જોવા મળી. એક પણ વ્યક્તિ એવી મળી નહીં કે જેને હું સત્યય કહી શકું. દરેકમાં કોઈ નાનો કે મોટો દુર્ગુણ પડેલો જ હતો. આ જોઈને મને ભારે આઘાત લાગ્યો અને આ દુનિયાના માનવીઓ તરફ ધૃણા અને તિરસ્કાર થયાં છે.”
ગુરુએ એ દિવ્ય દર્પણને શિષ્ય સમક્ષ ધર્યું, તો શિષ્ય જી ઊડ્યો. એના ચિત્તના પ્રત્યેક ખૂણાઓમાં રાગ, દ્વેષ, ક્ષેધ, અહંકાર જેવા દુર્ગુણો વિદ્યમાન હતા. આ જોઈને શિષ્ય ગભરાઈ ગયો.
ગુરુએ કહ્યું, “વત્સ, આ દર્પણ મેં તારા ઉપયોગ માટે આપ્યું હતું. અન્ય પર ઉપયોગ કરવા માટે નહીં. એના દ્વારા તું તારા દુર્ગુણો જોઈ શકે અને એમાંથી મુક્ત થવા માટે જીવનમાં પુરુષાર્થ આદરે એ હેતુથી આપ્યું હતું, પરંતુ અન્યના દુર્ગુણો જોવામાં તું સ્વયંના સદ્ગુણોની વૃદ્ધિ કરવાનું ચૂકી ગયો.”
શિષ્ય નિઃસાસો નાખ્યો અને કહ્યું કે મેં સુવર્ણ તક વેડફી નાખી. ત્યારે ગુરુએ કહ્યું, “માણસની આ સૌથી મોટી નબળાઈ છે. એને બીજાના દુર્ગુણો જોવામાં વધુ રસ-રુચિ હોય છે. જ્યારે એ સ્વયંને સુધારવાનો વિચાર કરતો નથી.”
શિષ્યને ગુરુની વાત સમજાઈ અને આત્મસુધારણાના પંથે સંચર્યો.
નગરની બહાર નદીકિનારે એક મહાત્મા વસવા આવ્યા. પોતાની કુટિરમાં સદાય એ પરમાત્મ-ભક્તિમાં ડૂબેલા રહેતા. કોઈ ધર્મજિજ્ઞાસા લઈને આવે, તો એનો ઉત્તર આપે. કોઈને શાસ્ત્રનો મર્મ સમજાતો ન હોય તો એને સમજાવતા. સહુ કોઈને સદાચારી બનવાની શિક્ષા આપતા અને એ રીતે એમણે એમની કુટિરની આસપાસ ઉચ્ચ ભાવનામય વાતાવરણ સર્યું. રાજા પણ વખતોવખત એમની પાસે આવતો હતો.
એવામાં કડકડતી ઠંડીના દિવસો આવ્યા. રાજ મહેલમાં હૂંફાળી શૈયામાં સૂતેલા રાજાના ચિત્તમાં એક વિચાર ચમક્યો. એમને થયું કે કેવી હાડ ધ્રુજાવતી આ ઠંડી છે ! મહેલની ઊંચી દીવાલો અને ગરમ કપડાં અને શાલથી પોતે આચ્છાદિત હોવા છતાં આટલી બધી ઠંડી લાગે છે, તો નદીકિનારે વસતા મહાત્માની શી સ્થિતિ હશે ?
રાજાએ મંત્રીને આદેશ આપ્યો, “જાઓ અને નદીકિનારે તપશ્ચર્યા કરતા મહાત્માને પૂછો કે આવી કારમી ઠંડીમાં તમારી રાત કેવી રીતે પસાર થાય છે ? કોઈ ચીજ વસ્તુની આવશ્યકતા હોય તો એમને પૂછજો.”
રાજાનો સંદેશો લઈને મંત્રી મહાત્મા પાસે પહોંચ્યા. મહાત્મા તો પોતાની મસ્તીમાં અને પરમાત્મ-ભક્તિમાં ડૂબેલા હતા. મંત્રીએ એમની સમક્ષ રાજાના સવાલનું પુનરાવર્તન કર્યું.
16 | પ્રસનતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 17.