________________
કરતા નથી કે સત્યનો જય થાય અને અસત્યનો પરાજય થાય. અસત્યના પક્ષે રહેલા કૌરવો આપણને હેરાન-પરેશાન કરે છે. આ પરમાત્માને કહો ને કે એ આપણાં સઘળાં કષ્ટો દૂર કરી દે.” ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, “પ્રિય દ્રૌપદી, સાચી વાત તો એ છે કે પ્રત્યેક વ્યક્તિને પોતાનાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. જેવું વાવીએ એવું લણીએ, એ ધર્મશાસ્ત્રોનો સિદ્ધાંત સાવ સાચો છે, આથી ઈશ્વરની પાસે ધ્યાન કરતી વખતે કે પૂજા કરતી વખતે હું કશું માગતો નથી. હા, એટલું જરૂર માગું છું કે મારા જીવનને એની આરાધનાથી સાર્થક કરી શકું એવું બળ આપે.”
દ્રૌપદીએ કહ્યું, “ઘનઘોર વનમાં નિસહાય અવસ્થામાં આટલાં બધાં દુ:ખો અનુભવીએ છીએ, છતાં ઈશ્વર પાસે તમે કેમ કશું માગતા નથી ?”
યુધિષ્ઠિરે કહ્યું, “પૂજા અને ધ્યાનનો મર્મ અને મહત્ત્વ એ છે કે એના દ્વારા આપણું જીવન સાર્થક કરીએ. જો ઈશ્વર પાસે આપણે માગીએ તો પૂજા એ સોદો બની જાય. એક પ્રકારની બદલાની કે વળતરની અપેક્ષાએ થતું કાર્ય બની જાય. પછી તે ધ્યાન નહીં, બલકે વ્યાપાર બની જાય.”
એ દિવસે દ્રૌપદીને ધ્યાન-પૂજાનો મર્મ સમજાયો.
132 – પ્રસન્નતાનાં પુષ્પો
૬૩ દંડ કરતી વખતે બાળપણની સ્મૃતિ જાગે છે
દક્ષિણ ભારતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રીનિવાસ શાસ્ત્રી એક વિશ્વવિદ્યાલયમાં ઉપકુલપતિ તરીકે કામગીરી બજાવતા હતા. આ વિશ્વવિદ્યાલયના કેટલાક અધ્યાપકોને વિદ્યાર્થીઓને નાની કે સામાન્ય ભૂલ બદલ દંડ કરવાની આદત હતી. કોઈ વિદ્યાર્થી વર્ગમાં એકાદ દિવસ થોડો મોડો આવે એટલે તરત દંડ ફટકારતા.
કોઈ મેલાં કપડાં પહેરીને આવે તો એને શારીરિક સજા ઉપરાંત અમુક રકમનો દંડ થતો. કોઈ એકાદ દિવસ ગેરહાજર રહે તો પણ એને દંડ ફટકારવામાં આવતો. ગુનો નાનો હોય કે મોટો, પણ તે દંડને પાત્ર ગણાતો.
આવા વિદ્યાર્થીઓ શ્રીનિવાસ શાસ્ત્રી પાસે આવતા અને પોતાની વાત રજૂ કરતા. શ્રીનિવાસ શાસ્ત્રી વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજતા હતા અને તેથી ક્યારેક દંડની સજા માફ પણ કરી દેતા. ધીરેધીરે અધ્યાપકોને કાને આ વાત ગઈ. એમણે જાણ્યું કે તેઓ જે વિદ્યાર્થીને દંડ કરે છે, એમાંથી કેટલાકનો દંડ ઉપકુલપતિ માફ કરી દે છે ! અધ્યાપકો એકત્રિત થયા. એમણે વિચાર્યું કે આવી રીતે વિદ્યાર્થીને કરેલો દંડ માફ કરવામાં આવે તો વિશ્વવિદ્યાલયની શિસ્ત કઈ રીતે જળવાય ? બીજી બાબતમાં સમાધાન થઈ શકે, પરંતુ સજા પામેલા વિદ્યાર્થીની બાબતમાં કોઈ સમાધાન હોય નહીં. જો આમ દંડ માફ કરી દેવાશે, તો આ વિદ્યાર્થીઓને કોઈની બીક રહે નહીં. તેઓ ગેરશિસ્ત આચરતાં સહેજે અચકાશે નહીં.
પ્રસન્નતાનાં પુષ્પો – 133