Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ ૪૭ સોદાગરનાં ખચ્ચરો પર ‘કીમતી' માલ ! એવામાં થોડા સમય પછી એક સંત અહીંથી પસાર થયા. રાજાએ એમને સન્માનપૂર્વક બોલાવીને આદરસત્કાર કર્યો. સંત સમજી ગયા કે નક્ક, કોઈ સમસ્યા સર્જાઈ લાગે છે. સંતે પૂછવું એટલે રાજાએ સઘળી હકીકત કહી. સંત નદી પાસે પહોંચ્યા અને એના પાણીને હાથની થાપટ મારીને હલાવ્યું અને બોલ્યા, “પહાડ પર પહોંચી જાવ અને એના શિખર પર રહેલા હારને શોધી કાઢો.” રાજ સૈનિકો ત્યાં પહોંચ્યા અને એમને હાર મળ્યો. સહુને આશ્ચર્ય થયું. સંતે કહ્યું, “ભાઈઓ, હાર તો શિખર પર જ હતો, પણ એનું પ્રતિબિંબ નદીના પાણીમાં પડતું હતું અને તમે બધા એને નદીમાં શોધી રહ્યા હતા.” રાજાએ કહ્યું, “આ તો અમને સમજાયું જ નહીં. હાર શિખર પર અને એની શોધ નદીમાં.” સંતે કહ્યું, “રાજનું, આવી જ રીતે આપણે ભૌતિક ચીજવસ્તુઓની પ્રાપ્તિમાં સુખની શોધ કરીએ છીએ, જ્યારે સુખ તો આપણા અંતરમાં વસે છે.” રાણી સંતની વાતનો મર્મ પામી ગઈ. હવાની મધુર લહરીઓ વહેતી હતી અને જંગલમાં વૃક્ષ નીચે આરામ કરતા ફકીરની આંખો મળી ગઈ. એણે સ્વપ્નમાં જોયું તો એક સોદાગર પાંચ ખચ્ચરો પર મોટીમોટી ગઠરિયાં લાદીને જતો હતો. આ પોટલાં ભારે હોવાથી એ ખચ્ચર બિચારાં માંડમાંડ ચાલી રહ્યાં હતાં. ફકીરે સોદાગરને સવાલ કર્યો, “અરે, તેં આ ગઠરિયાંમાં એવી તે કઈ ચીજવસ્તુઓ રાખી છે કે જેને આ બિચારાં ખચ્ચરો માંડ એનો ભાર ઉઠાવી રહ્યાં છે ?” સોદાગરે કહ્યું, “આમાં તો માનવીના રોજિંદા વપરાશની ખૂબ જરૂરી ચીજવસ્તુઓ ઠાંસીઠાંસીને ભરી છે, એનો સોદો કરવા માટે બજારમાં જાઉં છું.' એમ ? તો એમાં કઈ-કઈ ચીજ છે, જરા હું પણ જાણું?” સોદાગરે કહ્યું, “આ પહેલું ખચ્ચર તમે જુઓ છો, એના પર અત્યાચારનું પોટલું છે.” ફકીરે પૂછયું, “ભલા માણસ, અત્યાચારને તો કોઈ ખરીદતું હશે. એનાથી તો બધા દૂર ભાગે.” સોદાગરે કહ્યું, “ના. એવું નથી. આની ખરીદી કરનારા અમીર, તુંડમિજાજી, કામી અને અત્યાચારી લોકો હોય છે. ઘણી મોટી કીમતે આનું વેચાણ થાય છે.” તો તારા બીજા પોટલામાં છે શું ?” 98 પ્રસન્નતાનાં પુષ્પો પ્રસન્નતાનાં પુષ્પો [ 99

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82