________________
૩૭
વિવેક વિનાનો ન્યાય અન્યાય છે !
“તો પછી કોઈ એવી મુશ્કેલી હોવી જોઈએ કે જેનો ઉકેલ પડોશી રાજ્ય પરના વિજયમાં હોય.”
“ના, ના.” રાજાએ કહ્યું, “હું તો વિજય માટે નીકળ્યો છું. સમસ્યાના સમાધાન માટે નહિ. મારા રાજ્યમાં તો પૂર્ણ સુખ અને પરમ શાંતિ છે.”
તપસ્વીએ વળતો પ્રશ્ન કર્યો, “તો એમ લાગે છે કે પડોશી રાજ્યમાં કોઈનો આતંક છવાયેલો છે. જે તમને સહુને પરેશાન કરે છે, તે દૂર કરવા ચાહો છો ?”
રાજાએ કહ્યું, “ના, એવું પણ નથી. રાજા નિર્દય હોય, પ્રજાવિરોધી હોય કે ત્રાસ અને આતંક વરસાવતો હોય એવું પણ નથી.”
“હે રાજનું, કોઈ સમસ્યા હલ કરવાની નથી કે કોઈ આતંક દૂર કરવાનો નથી, તો પછી શા માટે તમે આક્રમણ કરીને આટલા બધા નિર્દોષ લોકોનું વૃથા લોહી રેડવા નીકળ્યા છે.”
તપસ્વીના ઉત્તરે રાજાના અહંકારના મૂળમાં ઘા કર્યો અને એ પાછો વળી ગયો.
નગરચર્યા કરવા નીકળેલા સમ્રાટે કરુણ સ્વરે આક્રંદ કરતી યુવતીનાં ફૂસકાં સાંભળ્યાં અને એમનું હૃદય વેદનાથી વીંધાઈ ગયું.
સમ્રાટે સૈનિકોને કહ્યું, “આ યુવતીના રુદન માટે જે જવાબદાર હોય, એને શોધી લાવો, મારી સામે હાજ૨ કરો. પળનાય વિલંબ વિના મારે એનો ન્યાય કરવો છે.”
રાજસૈનિકો તપાસ કરવા નીકળ્યા અને જાણ થઈ કે એક યુવતી પિયરથી વિદાય લઈને સાસરે જઈ રહી હતી, તેથી આવું આક્રંદ કરતી હતી. રાજાએ પ્રશ્ન કર્યો, “કોણ એને સાસરે લઈ જઈ રહ્યું છે ? યુવતીને આક્રંદ કરાવનારને અબી ને અબી હાજર કરો.”
રાજસૈનિકો જમાઈને લઈને આવ્યા અને રાજાને કહ્યું કે યુવતીના રુદનનું કારણ જમાઈનું આગમન છે.
“તો જુઓ છો શું ? મારા રાજ માંથી તમામ જમાઈઓને ભેગા કરી, આવા નિર્દય પ્રાણીઓને ફાંસીએ લટકાવી દો.”
મંત્રીને રાજાના હુકમની જાણ થઈ. એણે જોયું કે રાજામાં સાચું-ખોટું પારખવાનો વિવેક નથી. પણ હવે કરવું શું ? રાજાની આજ્ઞાનું પાલન ન કરનારને મૃત્યુદંડ આપવાનો નિયમ હતો, આથી મંત્રીએ લોખંડ, ચાંદી અને સોનાની સાંકળો બનાવી અને બીજા દિવસે જમાઈઓને ફાંસી આપવા માટે રાજાને લઈને નગર બહાર હાજર થયો.
પ્રસન્નતાનાં પુષ્પો 1 77.
76 પ્રસન્નતાનાં પુષ્પો